બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 25 નવેમ્બર 2021 (09:38 IST)

તમારી અને અમારી વિચારધારા અલગ છે, પરંતુ એવું ન થાય....PM મોદીને મળીને બોલી મમતા બેનર્જી

- પીએમઓએ ટ્વિટ કરીને બંને નેતાઓની મુલાકાતની માહિતી આપી હતી 
- મમતાએ કહ્યું- અમારી વચ્ચેના તફાવતનું કારણ અમારી વિચારધારા છે
- TMC ચીફે કહ્યું- રાજ્યના વિકાસને કારણે કેન્દ્રનો વિકાસ
 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રીય રાજધાનીની ચાર દિવસીય મુલાકાત દરમિયાન આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમઓ દ્વારા બંને નેતાઓ વચ્ચેની મુલાકાતની માહિતી આપવામાં આવી હતી. TMC ચીફ દિલ્હીની બે દિવસની મુલાકાતે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સના વિસ્તાર વિસ્તરણ, ત્રિપુરામાં તાજેતરની રાજકીય હિંસા અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. મમતા બેનર્જીએ PM મોદીને ગ્લોબલ બિઝનેસ મીટ (BGBS) કોન્ફરન્સના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું, જેને PM એ સ્વીકાર્યું હતું.
 
હું તમામ એજન્સીઓનું સન્માન કરું છું
મેં BSF વિશે ચર્ચા કરી, BSF અમારો દુશ્મન નથી. હું તમામ એજન્સીઓનો આદર કરું છું પરંતુ કાયદો અને વ્યવસ્થા જે રાજ્યનો વિષય છે તે તેમનામાં સંઘર્ષ સર્જે છે. મમતાએ કહ્યું કે અહીં ઘણી કુદરતી આફતો આવી છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી અમને પૈસા મળશે. મેં તેમને પૈસા આપવા કહ્યું, તેમણે કહ્યું કે ઠીક છે, પરિસ્થિતિ જોયા પછી કહીશું