રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 6 ઑગસ્ટ 2017 (09:28 IST)

દિલ્હીમાં કોઈએ કાપી મહિલાઓની ચોટલી.... આતંક ફેલાયો

મહિલાઓના વાળ કાપવાની ઘટનાઓએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોઈએ મહિલાઓને બેહોશ કરી રહસ્યમય રીતે ચોટલી કાપી : બધી મહિલાની ઉંમર ૫૦થી વધુ : રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના કેટલાય ગામોમાં બની ઘટના : અત્યાર સુધીમાં આવા કુલ ૫૦ કેસ બન્યા છે. 
દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં મહિલાઓને બેહોશ કરી રહસ્યમય રીતે ચોટલી  કાપવાનો મામલો સામે આવ્યો છે. આ રહસ્ય એ વાતનું છે કે, મોટા ભાગના પિડીતોનું કહેવું છે કે તેને બેહોશ કરી ચોટલી કાપી  હતી. આવી જ એક ઘટના રવિવારે દિલ્હીમાં પણ બની હતી.
 
અત્યાર સુધી અફવા ગણીને આ ઘટનાઓ ઉપર ધ્યાન નહતુ અપાઈ રહ્યુ પણ હવે આ ઘટના હરિયાણા, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાનમાં વકરી રહી છે. રાતે ઉંઘતી મહિલાઓના ચોટલા કોક અજાણ્યા શખ્શો કાપી જાય છે. એટલુ જ નહી પરંતુ હવે દીકરીઓની ચોટલીઓ પણ કાપવામાં આવી રહી છે.
 
દિલ્હીના કગનહેરી ગામમાં વિમલેશ અને મનોજની માંના કોઈએ ચોટલી કાપી નાખી છે. વિમલેશે જણાવ્યું કે, રવિવારે સવારે 10  વાગ્યાની આસપાસ તેમની માંના માથામાં અચાનક દુઃખાવો શરૂ થયો અને તે   ઢળી પડી. જ્યારે તેમની માંની ઉંઘ ઉડી અને જોયું તો પલંગ નીચે કપાયેલી ચોટલી પડી હતી.  એવી જ રીતે મનોજની માંની બે વાર ચોટલી કપાઈ ગઈ છે. આ ઘટનાને લઈ આખા ગામમાં અફરાતફરી મચી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, કગનહેરી ગામમાં ૩ મહિલાઓની ચોટલી કપાઈ છે અને બધાની ઉંમર ૫૦થી વધુ છે.
 
ઘરના સભ્યો કોઈ તેમની વહુ-દિકરીની ચોટલી કાપી ના જાય તેની રક્ષા કરવા માટે ચોકીપહેરો ભરી રહ્યા છે.