રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 4 જુલાઈ 2022 (15:57 IST)

બ્વાયફ્રેંડના ઘરે મળી પત્ની, પતિનો ગુસ્સો ફૂટયો, વાળ ખેંચીને પછાડીને માર્યો

Dewas- મધ્યપ્રદેશના દેવાસમાં પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાતની જાણ થતાં પતિએ તમામ હદો પાર કરી દીધી હતી. પહેલા તો પતિએ તેને ખૂબ મારી, વાળ ખેંચીને જમીન પર પછાડી. ત્યાર પછી તે જ પત્નીના ખભે બેસી ગયો અને આખા ગામમાં સરઘર કાઢ્યું હતું. પત્નીને જૂતાની માળા પહેરાવી. મહિલા તેના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી. દેવાસ 
 
પોલીસના એડિશનલ SP સૂર્યકાંત શર્માએ જણાવ્યું હતું કે પતિ સહિત 11 લોકો સામે FIR નોંધવામાં આવી છે. મહિલાનાં 3 બાળક પણ છે.
 
પોલીસે મહિલાને હાલ પિયર મોકલી દીધી છે. 15 વર્ષની ઉંમરે મહિલાના લગ્ન થયા હતા. હવે 30 વર્ષની ઉંમરની મહિલાની મોટી દીકરી 13 વર્ષની છે. બીજી દીકરી 10 
 
વર્ષની અને દીકરો 8 વર્ષનો છે. થોડા દિવસ પહેલાં બાળકોએ મહિલાને તેના પ્રેમી સાથે જોઈ હતી અને આ વાત તેમણે તેમના પિતાને જણાવી દીધી હતી. આ કારણે 
 
પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યાર પછી મહિલા ઘર છોડીને જતી રહી હતી.
 
11 લોકોની સામે ફરિયાદ થઈ 
ઉદયપુર પોલીસ 11 લોકો સામે કેસ નોંધાયો છે. આરોપી મુકેશ, ચિતારામ, રાહુલ, નાનુરામ, ગબ્બર, બાલુ, ભોલિયા, ધર્મેન્દ્ર, કરણ અને છોટુ સામે ગુનો નોંધ્યો છે. તમામ બોર પેડના રહેવાસી છે. ગ્રામીણ એએસપી સૂર્યકાંત શર્માએ જણાવ્યું કે અન્ય અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે.