મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 30 જુલાઈ 2017 (12:26 IST)

"મન કી બાત" માં બોલ્યા પીએમ મોદી, 1 મહીનામાં GSTનો દેશ પર સકારાત્મક અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓને મન કી બાત કાર્યક્રમ દ્વારા સંબોધી રહ્યાં છે. પીએમ મોદી આ કાર્યક્રમમાં અલગ અલગ મુદ્દાઓ પર અને લોકો દ્વારા મોકલવામાં આવેલા સૂચનો અને વિચારો પર પોતાની વાત રજુ કરે છે.  મન કી બાત કાર્યક્રમની આ 34મી શ્રેણી છે.
આપણે ભારત છોડો આંદોલનની 75 મી વર્ષગાંઠ ઊજવવા જઇ રહ્યા છીએ.
મોદીએ જણાવ્યું કે, આ વર્ષે ભારત છોડો આંદોલનને 75 વર્ષ પૂરા થઇ રહ્યા છે. 
મોદીએ કહ્યુ કે આ વર્ષે 15 ઓગસ્ટના રોજ 40-50 મિનિટના નાનું ભાષણ આપવાનો પ્રયાસ રહેશે. 
પુરની પરિસ્થિતી માટે 24 કલાક કંટ્રોલરૂમ શરૂ કરાયા
GST લાગૂ થયાના એક મહિનામાં ફાયદો નજરે પડી રહ્યો છે
GST થી ગરીબોને જરૂરી સામાનની કિંમતો ઘટી
પહેલા કરતા વેપાર ઘણો આસાન થયો
બચાવ રાહત કામગીરીમાં ગતિ લાવવા તંત્રને માર્ગદર્શન કરશે
ગ્રાહકોનો વેપારીઓ પર વિશ્વાસ વધ્યો
સામાન ઘણો ઝડપી પહોંચી રહ્યો છે
પહેલા કરતા ટ્રાન્સપોર્ટ ઘણો આસાન બન્યો
ઓછા સમયમાં GST નો દેશ પર સકારાત્મક અસર
GST અંગેના તમામ નિર્ણયો રાજ્યોને સાથે રાખીને લેવાયા
GST માટે સરકારના કર્મચારીઓએ ખુબ મહેનત કરી
GST માટે કામ કરી રહેલા તમામ વિભાગોને અભીનંદન
ભારતના સ્વતંત્ર સંગ્રામ અંગેની PM એ વાત કરી
ભારતમાં આઝાદી માટે લોકો હંમેશા કઈક કરવા તત્પર રહ્યા
ગરીબી, ભ્રષ્ટ્રાચાર, ગંદકી ભારત છોડોનો સંકલ્પ
આ 9 ઓગષ્ટથી નવભારત નિર્માણ માટે સંકલ્પ કરીએ
નવભારત નિર્માણમાં નાગરીકો સામે આવે
હું એક વ્યક્તિ માત્ર છુ
લાલ કિલ્લાથી દેશનો આવાજ ગુંજે છે
આ રક્ષાબંધને લોકો હાથથી બનાવેલી રાખડીનો ઉપયોગ કરે
ઉત્સવોમાં ગરીબોને સાથે જોડાય
દેશવાસીઓને બેટી પર ગર્વ છે
ખેલાડી દિકરીઓને મળીને ગર્વ થયો
વર્લ્ડકપમાં ભારતની દિકરીઓનું પ્રદર્શન સરાહનીય રહ્યુ