ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 8 ડિસેમ્બર 2024 (17:01 IST)

101 ખેડૂતોને દિલ્હી જવાની મંજૂરી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા; શંભુ બોર્ડર પર નેટ બંધ

kisan sansad
ખેડૂતનેતા સરવનસિંહ પંઢેરે કહ્યું છે કે ખેડૂતો હવે રવિવારે ફરી એક વાર દિલ્હી પહોંચવા માટે માર્ચ શરૂ કરશે.
 
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે ખેડૂતનેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોના મુદ્દે વાત કરવાનો કોઈ સંદેશ નથી મળ્યો.
 
ખેડૂતનેતા પંઢેરે કહ્યું છે કે હવે 101 ખેડૂતોનો સમૂહ રવિવારે ફરી એક વાર દિલ્હી માટે માર્ચ નીકળશે.
 
શુક્રવારની સવાર જ ખેડૂતોની દિલ્હી માટે માર્ચ શરૂ થઈ હતી. ખેડૂતો એમએસપીની કાનૂની ગૅરંટીની માગ સાથે દિલ્હીમાં પ્રવેશવાના હેતુથી આગળ વધી રહ્યા હતા. પરંતુ પોલીસે ખેડૂતને પંજાબ અને હરિયાણાની 
શંભુ બૉર્ડરે જ રોકી દીધા હતા.
 
ખેડૂતોને રોકવા માટે પોલીસે ટિયરગૅસ સેલ પણ છોડ્યા હતા. જેના કારણે કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જે બાદ ખેડૂતોએ શનિવારે પોતાની આગેકૂચ અસ્થાયીપણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
 
શંભુ બૉર્ડર પર મીડિયાને સંબોધિત કરતા સરવનસિંહ પંઢેરે 16 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી આપી હતી.
 
તેમણે કહ્યું હતું કે, "અમે શનિવારે અમારી માર્ચ કેન્દ્ર સરકાર સાથે વાતચીત થાય એ હેતુથી પણ અટકાવી રહ્યા છીએ. અમે કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ નથી ઇચ્છતા, પરંતુ વાતચીત કરવા ઇચ્છીએ છીએ."