મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2022 (13:47 IST)

કચરાના ઢગલામાંથી મળ્યા 17 ભ્રૂણ, શંકા છે કે ગર્ભપાત બાદ આ ભ્રૂણને કચરા તરીકે ફેંકી દેવામાં આવ્યા

પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઉલુબેરિયા શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કચરાના ઢગલામાંથી 17 ભ્રૂણ મળી આવ્યા છે. ઉલુબેરિયાના બાનીબાલા ખારા વિસ્તારમાં વોર્ડ નંબર 31માંથી મળી આવેલા આ ભ્રૂણમાંથી 10 છોકરીઓના અને 7 છોકરાઓના છે. તમામ ભ્રૂણને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
 
ઉલુબેરિયા મ્યુનિસિપાલિટી અનુસાર, આ વિસ્તારના 1.5 કિમીની ત્રિજ્યામાં લગભગ 30 ખાનગી નર્સિંગ હોમ છે. પોલીસને શંકા છે કે ગર્ભપાત બાદ આ ભ્રૂણને કચરા તરીકે ફેંકી દેવામાં આવ્યા છે. પોલીસ તેની તપાસ કરી રહી છે.
 
કર્ણાટકમાં પણ 7 ભ્રૂણના અવશેષો મળી આવ્યા હતા
લગભગ બે મહિના પહેલા કર્ણાટકમાં આવી જ એક ઘટના સામે આવી હતી. 25 જૂને અહીંના બેલગાવીમાં એક નાળામાંથી 7 ભ્રૂણના અવશેષો મળી આવ્યા હતા. તમામ ભ્રૂણ માત્ર 5 મહિનાના હતા. આ ઘટના બેલગાવીના મુદલાગી શહેરમાં બસ સ્ટેન્ડ પાસે બની હતી. પોલીસને આશંકા હતી કે બસ સ્ટેન્ડની આસપાસની હોસ્પિટલોએ ગર્ભપાત બાદ આ ભ્રૂણોને ફેંકી દીધા હશે. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે.