ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2017
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (16:50 IST)

2017 - આ વર્ષે રાહુલ ગાંધીના આ 5 નિવેદનોની સૌથી વધુ મજાક બની.. તમે પણ સાંભળીને હસશો

વર્ષ 2017ને અલવિદા થવા જઈ રહ્યુ છે. આ વર્ષે ભારતીય રાજનીતિમાં કોની ઉડી મજાક અને કોણે ઉડાવી મજાક. આવા જ કેટલાક નિવેદન આ વર્ષે સોશિયલ મીડિયા પર વાયરલ રહ્યા. 
 
અમે તમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 5 એવા નિવેદનો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેની સૌથી વધુ મજાક ઉડી. આ વર્ષે અમેરિકાની બર્કલે યૂનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયામાં રાહુલ ગાંધીએ કંઈક એવુ કરી દીધુ જેનાથી તેની મજાક બનાવવામાં આવી. 
 
તેમણે એક પ્રશ્નનો જવાબ આપતા લોકસભામાં સાંસદોની સંખ્યાને 546 બતાવી દીધી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની ખૂબ મજાક ઉડી. 
 
1. બેંગલુરુમાં એક યૂનિર્વસિટીના કાર્યક્રમ દરમિયાન રાહુલે ત્યાના વિદ્યાર્થીઓને પુછ્યુ હતુ કે ભાઈ મેક ઈન ઈંડિયા કામ નથી કરી રહ્યુ.  શુ આ કામ કરી રહ્યુ છે. ત્યારબાદ રાહુલે સ્વચ્છ ભારત વિશે પૂછે છે તો બંનેનો જવાબ હા મા જ મળ્યો.. 
 
2. એક રેલી દરમિયાન રાહુલ ભીડને પૂછે છે કે તમને શુ લાગે છે મહિલાઓને શુ લાગે છે ? તમારી ઈજ્જત કરી ? ભ્રષ્ટાચાર કર્યો. બળાત્કાર સોરી બળાત્કાર કર્યો.. ત્યારબાદ રાહુલની ખૂબ મજાક ઉડી. 
 
3. એક સભા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની જ પાર્ટીને લઈને મજાક પણ ઉડાવી. રાહુલે કહ્યુ - કોંગ્રેસમાં એક પણ નિયમ કાયદો નથી ચાલતો.  એક પણ નિયમ કાયદો આ પાર્ટીમાં નથી.  દર બે મિનિટમાં નવો નિયમ બનાવે છે. જૂના દબાવી દેવામાં આવે છે. કોઈ નથી જાણતુ કે કોંગ્રેસ પાર્ટીનો નિયમ શુ છે.  મજેદાર સંગઠન છે..  ક્યારેક ક્યારેક હુ પુછુ છુ કે ભાઈ પાર્ટી ચાલે છે કેવી રીતે ?
 
4. ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે હાલ તેમને મળીશ.. 6 કેંડીડેટ છે.. તમારે માટે લડાઈ લડે છે સૌના સૌ.. સૌના સૌ લડે છે.. 
 
5. રાહુલ ગાંધીના એક ભાષણ પરથી જાણ જ નથી થતી કે તેઓ કોને મોટો બતાવવા માંગે છે. તેમણે કહ્યુ કે ગુજરાત યૂનાઈટેડ કિંગડમથી મોટો છે.. અને જો યૂરોપ અને યૂએસને સાથે મુકી દો તો ભારત તેનાથી પણ મોટો છે.