શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2024 (12:41 IST)

Video- નડિયાદ બે કલાકમાં પ્રાંતિજમાં 5 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

નડિયાદમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. તો સંજેલીમાં કોઝવે તૂટ્યો હતો. જ્યારે આજે બે કલાકમાં પ્રાંતિજમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે
 
વહેલી સવારથી વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. નડિયાદમાં ધોધમાર વરસાદ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

સવારે 7 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા મહેસાણા શહેર સહિત આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.બનાસકાંઠાના થરાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. થરાદના વજેગઢ, વડગામડા, અભેપુરા સહીતના અનેક ગામોમાં વરસાદ ખાબક્યો છે. ઘણા સમયના વિરામ બાદ વરસાદની શરૂઆત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.