ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 30 જાન્યુઆરી 2022 (13:19 IST)

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કાર અને કંટેનર અથડાતા, 5 લોકોની મોત

5 killed in car-container collision on Mumbai-Pune expressway
મહારાષ્ટ્રમાં લોનાવલાના શીલાતને ગામની પાસે મુંબઈ પુણે એક્સપ્રેસવે પર રવિવારે મોટી રોડ દુર્ઘટના થઈ. અહીં કાર અને ટ્રક અથડાતા પાંચ લોકોની મોત થઈ. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે લાશને ખંડાલાના હોસ્પીટલમા રખાયુ છે. 
 
ગયા રવિવારે પૂણે-અમદનગર રોડ પર એક ટ્રકે કાર અને બે મોટરસાઇકલને ટક્કર મારતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. શિકારપુર પોલીસ સ્ટેશનમાંથી એક અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર કારમાં સવાર બે લોકો અને બે મોટરસાઈકલ પર સવાર ત્રણ લોકોના મોત થયા છે. ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા
અને એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.