Widgets Magazine
Widgets Magazine

અનંતનાગ - લશ્કર કમાંડર જુનૈદ મટ્ટૂનું શબ જપ્ત, એસએસચો સહિત 6 પોલીસ કર્મચારી શહીદ

શનિવાર, 17 જૂન 2017 (10:48 IST)

Widgets Magazine

જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી સુરક્ષાબળોએ શનિવારે સવારે બે આતંકવાદીઓના શબ જપ્ત કર્યા છે. બંને આતંકવાદીઓને સુરક્ષાબળોએ શુક્રવારે સાઉથ કાશ્મીરના બિજબહેડા વિસ્તારમાં મુઠભેડ દરમિયાન ઠાર કર્યા હતા. મરનારા આતંકીઓના નામ લશ્કર કમાંડર જુનૈદ મટ્ટૂ અને નિસાર અહમદ હતુ. પોલીસે આતંકવાદીઓ પાસેથી બે એકે-47 અને છ મૈગ્નીઝ જપ્ત કરી છે.  મટ્ટુ પર હાલમાં પાંચ લાખ રૂપિયાનુ ઇનામ રાખવામાં આવ્યુ હતુ. મટ્ટુ ઠાર કરી દેવાતા તોયબાને કાશ્મીરમાં તેની ગતિવિધીમાં મોટો ફટકો પડ્યો છે. અધિકારીઓએ કહ્યુ હતુ કે એક ઘરમાં ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી
 
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે આંતકવાદીઓએ ઘાત લગાવી દગાથી કરેલા હુમલામાં એક સબ ઇન્સ્પેકટર સહિત કુલ છ પોલીસ જવાનો શહીદ થયા છે. દક્ષિણ કાશ્મીરના જિલ્લાના થાજીવાડા અચબલમાં ઘાત લગાવીને બેઠેલા આંતકવાદીઓએ છળકપટથી પોલીસદળ પર અંધાધૂંધ ફાયરીંગ કરી જબરદસ્ત હુમલો કર્યો હતો. જેમાં છ પોલીસ જવાનો શહીદ થયા હતા. જેમાં શહીદ થયેલા એસએચઓની ઓળખ સબ ઇન્સ્પેકટર ફિરોઝ તરીકે થઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ આંતકવાદી હુમલા અંગે જણાવ્યું હતું કે, આંતકવાદીઓએ કરેલા આ હુમલામાં કેટલાક પોલીસ જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જો કે, તે તમામની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે સેનાની ટુકડીઓ પહોંચી ચૂકી છે કે જેણે આસપાસના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યા છે. આ પહેલા પણ આંતકવાદીઓએ સુરક્ષાદળ અને પોલીસને નિશાન બનાવતા ઘણા હુમલા તાજેતરમાં જ કર્યા છે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

1993 બોમ્બ બ્લાસ્ટ - મુંબઈમાં હથિયાર લાવ્યો હતો સલેમ, 24 વર્ષ પછી દોષી કરાર

12 માર્ચ 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ મામલે વિશેષ ટાડા અદાલતે ...

news

1993 Mumbai Bomb Blasts કેસ, અબૂ સલેમ સહિત સાત પર નિર્ણય આજે

24 વર્ષ પહેલા 12 માર્ચ 1993ના રોજ મુંબઈ 12 ક્રમવાર બ્લાસ્ટથી કાંપી ઉઠી હતી. તેમા 257 ...

news

PM મોદીના પેનની કિમંત જાણશો તો દંગ રહી જશો !!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામવાળા સૂટની ચર્ચા તો તમે ખૂબ સાંભળી હશે પણ તેમની ફૈશન ...

news

ગુજરાતનું ગૌરવ - AIIMS પ્રવેશ પરીક્ષામાં સુરતની નિશિતાએ દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યુ

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દ્વારા 28 મેના રોજ લેવાયેલી એમબીબીએસ ...