મથુરામાં કથિત બાંગ્લાદેશી મૂળના 90 લોકોની અટકાયત કરવામાં આવી
ઉત્તર પ્રદેશના મથુરામાં કથિત બાંગ્લાદેશી મૂળના 90 લોકોની અટકાયત કરવામાં આવી છે.
એસએસપી શ્લોકકુમારે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, "નોહઝીલ થાણા દ્વારા ખાજપુર ગામમાં ભઠ્ઠા પર ચેકિંગ દરમિયાન 90 લોકોની જાણકારી મળી કે આ લોકો મૂળ બાંગ્લાદેશી છે. તમામની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે અટકાયત કરવામાં આવેલા લોકો પૈકી 35 પુરુષ, 27 મહિલાઓ તથા 28 બાળકો છે.
એસએસપી મથુરાએ કહ્યું, "પૂછપરછમાં તેમણે કબૂલ કર્યું કે તેઓ બાંગ્લાદેશી મૂળના છે અને ત્રણ-ચાર મહિના પહેલાં જ મથુરા પહોંચ્યા હતા. આ પહેલા તેઓ નજીકના વિસ્તારમાં રહેતા હતા."
તેમણે વધુમાં કહ્યું, "વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય એજન્સીઓને પણ આ મામલે સૂચના આપી દેવામાં આવી છે. આ એજન્સીઓ પણ તેમની પૂછપરછ કરી રહી છે."