ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2023 (11:24 IST)

બ્રેડ ખાતાં ખાતાં 21 વર્ષના બોડીબિલ્ડરનું મોત

A 21-year-old bodybuilder died after eating bread
તમિલનાડુમાં 21 વર્ષના યુવકની મોતનો મામલો સામે આવ્યુ છે. જણાવી રહ્યુ છે કે તેમની મોત ગળામાં બ્રેડ ફંસવાના કારણે થઈ. જાણકારી મુજબ વર્કઆઉટ સેશન દરમિયાન તેણે નાસ્તામાં બ્રેડ લીધી હતી. અચાનક તેના ગળામાં બ્રેડનો ટુકડો ફસાઈ ગયો, જેના કારણે તેનું મોત થઈ ગયું. બોડી બિલ્ડરની ઓળખ એમ હરિહરન તરીકે થઈ છે, જે સાલેમ જિલ્લાના પેરિયા કોલાપટ્ટીનો રહેવાસી છે.
 
બેભાવ થયા પછી હોસ્પીટલમાં દાખલ કરાવાયો 
તેમાં ભાગ લેવા માટે રાજ્યની જુદા-જુદા જગ્યાઓથી કંટેસ્ટેંટ કુડ્ડાલોર આવ્યા હતા. તે ત્યાં એક વેડિંગ હૉલમાં રોકાયા હતા. હરિહરણ રવિવારે રાત્રે 8 વાગ્યે વર્કઆઉટ કરી રહ્ય હતા તે દરમિયાન આ દુર્ઘટના થઈ. વર્કઆઉટ પછી તેણે બ્રેક લીધો અને બ્રેડ ખાધી. આ દરમિયાન તેના ગળામાં બ્રેડનો મોટો ટુકડો ફસાઈ ગયો, જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તે જોતા જ બેહોશ થઈ ગયો. આ પછી તેને તાત્કાલિક સરકારી જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો .