1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 15 એપ્રિલ 2024 (14:20 IST)

Video: વાળંદની દુકાનમાં હજામત કરતી જોવા મળી છોકરી, લોકોએ કહ્યું- 'આ જ જોવાનુ બાકી હતુ

viral video
viral video
Girl Funny Video: તમે ભાગ્યે જ કોઈ છોકરીને વાળંદની દુકાન પર હજામત કરાવતી જોઈ હશે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે


 
 
વીડિયો સામે આવ્યા બાદ પણ લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. વાસ્તવમાં, આ વીડિયોમાં એક છોકરી વાળંદની દુકાનમાં શેવ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા ઈન્ટરનેટ યુઝર્સે ફની રિએક્શન આપ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે લાલ કુર્તી પહેરેલી છોકરી વાળંદની દુકાન પર બેઠી છે. છોકરીના ચહેરા પર ફીણ દેખાય છે. તે જ સમયે, વાળંદ છોકરીના ચહેરા પરથી દાઢી સાફ કરી રહ્યો છે. X પર આ વીડિયોને અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એવી અટકળો ચાલી રહી છે કે કદાચ યુવતી રીલ માટે આવું કરી રહી છે. જો કે આ વીડિયો ક્યાંનો અને ક્યારેનો છે તેની માહિતી મળી શકી નથી. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સે ફની રિએક્શન આપ્યા છે.