રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (13:26 IST)

હોસ્પીટલમાં ‘3 ઈડિયટ્સ’નું દ્રશ્ય, દર્દીને બાઈક પર બેસાડીને ઈમરજંસી વાર્ડ સુધી પહોચડતો યુવક

- બાઈક પર બેસાડીને એક માણસ હોસ્પીટલના ઈમરજંસી વાર્ડ સુધી
- હોસ્પીટલમાં ફિલ્મ ‘3 ઈડિયટ્સ’નું દ્રશ્ય, જોવા
 
મધ્ય પ્રદેશના સતના શહેરના સરદાર વલ્લભ ભાઈ પટેલ જીલ્લા હોસ્પીટલમાં શનિવારે ફિલ્મ ‘3 ઈડિયટ્સ’નું દ્રશ્ય, જોવા મળ્યુ. દર્દીને પોતાની બાઈક પર બેસાડીને એક માણસ હોસ્પીટલના ઈમરજંસી વાર્ડ સુધી પહોંચી ગયો. તેને હોસ્પીટલના સિક્યુરિટી ગાર્ડએ રોકવાની કોશિશ કરી પરંતુ તે હોસ્પિટલના સ્ટાફને ડરાવી અંદર ગયો હતો
 
ઉલ્લેખનીય છે કે બોલિવૂડની ખૂબ જ લોકપ્રિય ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'માં એક સીન છે, જેમાં ફિલ્મનો હીરો આમિર ખાન એક દર્દીને સ્કૂટર પર લઈને ઈમરજન્સી વોર્ડમાં પહોંચે છે.
 
આ ફિલ્મી દ્રશ્ય સતના જિલ્લા હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. મોડી રાત્રે નીરજ ગુપ્તા નામના વ્યક્તિના દાદા બીમાર પડ્યા હતા. તે તેને બાઇક પર જિલ્લા હોસ્પિટલમાં લઈ આવ્યો. નીરજ ગુપ્તાએ ન તો પાર્કિંગમાં બાઇક પાર્ક કરી કે ન તો દર્દીને સ્ટ્રેચર પર લઇ ગયા. યુવક દર્દીને બાઇક પર બેસાડી સીધો હોસ્પિટલની અંદરના ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયો.
 
હોસ્પિટલની અંદર દોડતી બાઇકને જોઇને ત્યાં હાજર લોકો દંગ રહી ગયા હતા. યુવકે તેના બીમાર દાદાને ઇમરજન્સી વોર્ડમાં બાઇક પરથી ઉતારી દીધા હતા અને તેમને તરત જ પલંગ પર સુવડાવવામાં આવ્યા હતા. આ પછી તે બાઇકને ફેરવીને પાર્કિંગમાં લઈ ગયો. દરમિયાન હોસ્પિટલમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.