બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 20 જૂન 2017 (10:56 IST)

ગુરૂગ્રામની મહિલા સાથે ચાલુ કારમાં ગેંગરેપ, ગ્રેટર નોએડામાં ફેંકી આરોપી ફરાર

દિલ્હી પાસે આવેલા ગ્રેટર નોએડામાં મહિલા સાથે ચાલુ કારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. મહિલાને ગુરૂગ્રામ(હરિયાણા)ના સોહનાથી અપહરણ કરવામાં આવ્યુ અને પછી તેની સાથે ગેંગરેપ કરી તેને ગ્રેટર નોએડાના કાસનાની પાસે ફેંકવામાં આવી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ઘટના પછી આરોપી ફરાર છે. 
 
જાણકારોના મતે, હરિયાણાના સોહનાની રહેવાસી 35 વર્ષીય મહિલાને ત્રણ લોકોએ સ્વિફ્ટ કારમાં સોમવારે સાંજે 8.00 વાગે અપહરણ કરી હતી. બાદમાં રાતભર પીડિતાને સોહનાના રસ્તાઓ ઉપર ફેરવી તેની સાથે ગેંગરેપ કરતા રહ્યા હતા. તેના પછી પીડિતાને ગ્રેટર નોઈડાના કાસના વિસ્તારમાં લાવીને ફેંકી દીધ હતી. મંગળવારે સવારે લોકોની નજર આ પીડિતા પર પડી હતી.
 
લોકોએ પડિતાને જોઈને પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચીને મહિલાની ફરિયાદ પર જીરો એફઆઈઆર નોંધી હતી. પોલીસે ત્યારબાદ પીડિતાને મેડિકલ તપાસ કરાવવા માટે હોસ્પિટલ મોકલી આપી હતી. અને ત્યારબાદ પોલીસ પીડિતાને લઈને સોહના જઈ રહ છે. પડિતા મૂળ રૂપથી ભરતપુર રાજસ્થાનની રહેવાસી છે. તે લગભગ 10 દિવસ પહેલા સોહના આવી હતી.