1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 20 એપ્રિલ 2024 (07:46 IST)

એક મહિલાએ બજારમાંથી લીલા ભીંડા ખરીદી, પાણીમાં નાખતા જ ખતરનાક વસ્તુ નીકળી!

Lady finger- પહેલાના જમાનામાં શાકભાજી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી હતી. શાકભાજી અને ફળોમાં એવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અગાઉ શાકભાજી ઉગાડવા માટે ખાતરનો ઉપયોગ થતો હતો.
 
આ કુદરતી ખાતરો દ્વારા શાકભાજી ઉગાડવામાં આવતી હતી. પરંતુ હવે ઓછા સમયમાં વધુ ઉપજ મેળવવા માટે ખેડૂતોએ ખેતીમાં અનેક પ્રકારના રસાયણોનો ઉપયોગ શરૂ કર્યો છે. ખેડૂતો તેમના ખેતરોમાં અનેક પ્રકારના ખતરનાક રસાયણોનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, જ્યારે ખેડૂતો તેમની શાકભાજી દુકાનદારોને વેચે છે, ત્યારે તેઓ તેને વધુ ફ્રેશ બતાડવા  માટે તેમાં રંગ પણ ઉમેરે છે. આ ખાસ કરીને લીલા શાકભાજી સાથે આવું  કરવામાં આવે છે. આનું ઉદાહરણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડીયો છે


બજારમાંથી ગ્રીન લેડીફિંગર લાવ્યા બાદ જ્યારે મહિલાએ તેને પાણીમાં ધોઈ તો તેને નવાઈ લાગી.  આ કેમિકલના કારણે પાણીનો રંગ લીલો થઈ ગયો હતો. મહિલાએ બજારમાંથી લાવેલી લેડીફિંગરને કાંગેન વોટરમાં ધોઈ હતી. આ પાણીનો ઉપયોગ ગંદકી દૂર કરવા માટે થાય છે. આ પાણી બેક્ટેરિયાને પણ મારી નાખે છે અને લોકોને સ્વચ્છ વસ્તુઓ પૂરી પાડે છે. જ્યારે આ પાણીમાં લેડીફિંગરને ધોવામાં આવી, ત્યારે બજારમાં ઉપયોગમાં લેવાતો રંગ લેડીફિંગરમાંથી ઉતરવા લાગ્યો હતો. જો કોઈ વ્યક્તિ આ રંગ ખાય છે તો તેનાં સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. મહિલાએ આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો

લોકોએ રોષ વ્યક્ત કર્યો 
વાયરલ વીડિયો જોયા બાદ લોકોએ તેના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. લોકોએ સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આ શાકભાજી વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. થોડા પૈસા માટે લોકોના જીવન સાથે આ રીતે રમત રમાય છે. આ કેમિકલની મદદથી લીલા શાકભાજીનો રંગ ઘેરો લીલો થઈ જાય છે. આનાથી તે વધુ ફ્રેશ દેખાય છે. આ પછી, તાજગીના નામે, લોકો પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવે છે અને તેમને ઝેર પહોંચાડવામાં આવે છે.