1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 2 મે 2021 (13:22 IST)

અદાર પુનાવાલા બોલ્યા - થોડાક જ દિવસમાં ભારત પરત ફરીશ, ફુલ સ્પીડમાં થઈ રહ્યુ છે કોવિશીલ્ડ વેક્સીનનુ ઉત્પાદન

સીરમ ઈંસ્ટીટ્યુટ (SII) ના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યુ છે કે તે લંડનથી થોડાક જ દિવસમાં દેશમાં પરત ફરશે અને કંપનીના પુણે સ્થિત પ્લાંટમાં કોવિડના ટીકા કોવિશીલ્ડનુ ઉત્પાદન પુરી સ્પીડથી થઈ રહ્યુ છે. 
 
પુનાવાલાએ કહ્યુ કે ભારત પરત ફર્યા પછી તે કોવિશીલ્ડના ઉત્પાદનની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અચાનક પુનાવાલાના લંડન જતા રહેવાના સમાચાર આવ્યા. ત્યા ટાઈમ્સને આપેલ ઈંટરવ્યુમાં અદાર પુનાવાલાએ આ નિવેદન આપીને સૌને ચોકાવી દઈધા છેકે તેમને ધમકીઓ મળી રહી છે. 
 
આપ્યુ ચોંકાવનારુ નિવેદન 
 
કોવિશીલ્ડ વેક્સીન બનાવનરી કંપની સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા (SIL)ના CEO અદાર પુનાવાલા (adar Poonawalla) એ લંડન પહોંચ્યા પછી ઈંટરવ્યુમાં કહ્યુ કે તેમને ભારતમાં કોરોના વેક્સીન માટે અનેક ફોન આવી રહ્યા હતા. જેમા તેમને પ્રભાવશાળી લોકો તરફથી ધમકીઓ મળી રહી હતી.  તેમણે કહ્યુ કે ફોન કોલ્સ સૌથી ખરાબ વાત છે. મને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા. 
 
પુનાવાલાએ કહ્યુ, આ બધા ફોન ભારતના પ્રભાવશાળી લોકો તરફથી આવી રહ્યા છે. કોલ કરનારાઓમાં ભારતીય રાજ્યોના મુખ્યમંત્રી, ઈંડસ્ટ્રી ચૈબર્સના પ્રમુખ અને અનેક પ્રભાવશાળી હસ્તિયો સામેલ છે.  આ લોકો ફોન પર કોવિશીલ્ડ વેક્સીનની તત્કાલ આપૂર્તિની માંગ કરે છે. તેમણે કહ્યુ કે કોવિશીલ્ડ વેક્સીન મેળવવાની આશા અને આક્રમકતાનુ લેવલ ભાર છે.  દરેક કોઈને સૌથી પહેલા વેક્સીન જોઈએ તેમણે એ પણ સંકેત આપ્યા કે તેઓ વેક્સીન નિર્માણ માટે વિસ્તારની યોજના સાથે લંડન આવ્યા છે. 
 
ટ્વીટ કરીને આપી માહિતી
 
આ દરમિયાન અદાર પુનાવાલાએ કંપનીના પાર્ટનર્સ અને સ્ટેકહોલ્ડર્સ સાથે બ્રિટનમાં મીટિંગ કરી.  તેમણે ટ્વીટ કરી લખ્યુ, અમારા પાર્ટનર્સ અને સ્ટેકહોલ્ડર્સની સાથે યુકેમાં મીટિંગ શાનદાર રહી. પુણેમાં કોવિડશીલ્ડનુ ઉત્પાદન જોરો પર છે.  હુ થોડાક જ દિવસમાં પરત આવીને વેક્સીન ઉત્પાદનની સમીક્ષા કરીશ. 
 
આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તરફથી મળેલા આદેશ મુજબ અદાર પુનાવાલાને સીઆરપીએફ તરફથી વાઈ કેટેગરીની સુરક્ષા આપવાની વાત કરી હતી. વાઈ કેટેગરીની સુરક્ષામાં 11 જવાન હોય છે, જેમા એક કે બે કમાંડોઝ અને પોલીસ કર્મચારી પણ સામેલ હોય છે. તેમને આ સુરક્ષા દેશભરમાં પ્રદાન કરવામાં આવે છે.