1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (09:22 IST)

કાબુલથી 129 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી એયર ઈંડિયાની ફ્લાઈટ

કાબુલ અફગાનિસ્તાનની રાજધાની કાબુલથી 129 ભારતીયોને લઈને આવી એયર ઈંડિયાની ફ્લાઈટ AI244 દિલ્હી પહોંચી ગઈ છે. તેનાથી પહેલા દિલ્લી-કાબુલ એયર ઈંડિયાનીએ એક ફ્લાઈટએ રાજધાની 
ઈંદિરા ગાંધી એયરપોર્ટથી બપોરે પછી ઉડાન ભરી હતી. 
 
કાબુલ પહોંચી ભારતીય વાયુસેનાનુ વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયા નહોતુ પણ ઈરાનના રસ્તે  થઈને કાબુલ પહોંચ્યુ. એક મહિના પહેલા જ્યારે ભારતીય વાયુસેનાનું વિમાન કંઘાર સ્થિત ભારતીય 
 
કૌસુલેટને અધિકારીઓને લઈને આવી રહ્યુ હતુ તો પાકિસ્તાને ફ્લાઈટને તેના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજુરી નહોતી આપી. કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ એકઠી થઈ છે અને ભયનું વાતાવરણ છે. તમામ 
 
વિદેશી નાગરિકો સિવાય, મોટી સંખ્યામાં અફઘાનીઓ છે જેઓ પોતાનો દેશ છોડીને જવા માંગે છે. એરપોર્ટ પર ફાયરિંગ પણ થયું હતું અને તેમાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
 
આ પહેલા દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ, તેમાં ભારતીય દુતાવાસ અને અહીં રહેતા કર્મચારીઓનાં વિકલ્પો અને ભવિષ્યની કાર્યવાહી પર ચર્ચા થઇ, બીજી તરફ ભારતીય દળ અફઘાનિસ્તાનમાં રહેલા અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, જેથી તે ભારત માટે ઉડાન ભરવા માટે એરપોર્ટ આવી શકે.