1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અહમદનગર. , બુધવાર, 8 મે 2019 (15:32 IST)

ગર્ભવતી પુત્રીને અને જમાઈને પિતાએ માત્ર આ કારણે જીવતા સળગાવી નાખ્યા

ગર્ભવતી પુત્રી
આંતરજાતીય લગ્નથી નારાજ યુવતીના પરિજનોએ અહી એક યુવતી અને તેના પતિને જીવતા સળગાવ્યા. રવિવારે પુણેના હોસ્પિટલમાં યુવતીનુ મોત થઈ ગયુઉ. જ્યારે કે તેનો પતિ  40% સુધી બળી ગયો. તે જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યો છે. 
 
સોમવારે અહમદનગર પોલીસે જણાવ્યુ કે અહી એક ઑનર કિલિંગનો મામલો છે. મામલાની તપાસ કરનારા પારનેર પોલીસ સ્ટેશન નિરીક્ષક વિજયકુમાર બોત્રેએ જણાવ્યુ કે 23 વર્ષીય મંગેશ ચંદ્રકાંત રાણાસિંહ અને તેની પત્ની રુકમણિ ભારતીય (23)એ લગભગ 6 મહિના પહેલા અહમદનગરના નિગહોજ ગામમાં લગ્ન કર્યા હતા. બંને જુદા જુદા જાતિના હોવાથી પરિજનો વચ્ચે નારાજગી હતી. 
 
યુવતી રુકમણિ બે મહિનાની ગર્ભવતી હતી. પોલીસે જણાવ્યુ - 28 એપ્રિલના રોજ તે પરિવારને મળવા  નિગહોજ ગામ આવી હતી. એક મેના રોજ મંગેશ તેને પોતાના ગામ લઈ જવા માટે આવ્યો.  યુવતી પિતા રામા ભારતીય, ચાચા સુરેન્દ્ર કુમાર અને મામા ઘનશ્યામ રાનેજએ બંનેને એક રૂમમાં બંધ કરી દીધા અને આગ લગાવી દીધી. ચીસો સાંભળીને પડોશીઓએ તેમને બચાવ્યા અને પોલીસને સૂચના આપી. આ દરમિયાન બધા આરોપી ભાગી નીકળ્યા. 
 
પોલીસે ઘટનાના આરોપી રુકમણિના બંને ચાચા સુરેન્દ્ર અને ઘનશ્યામની ધરપકડ કરી લીધી છે. બીજી બાજુ મૃતકાના પિતા રામ ભારતીય ફરાર છે. તેની શોધ કરવામાં આવી રહી છે.   પોલીસે જણાવ્યુ કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.