અખિલેશ-રાહુલના 10 વચનો - યુવાઓને સ્માર્ટફોન, વિદ્યાર્થીઓને સાઈકલ

શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (14:48 IST)

Widgets Magazine
up election

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનની ભેગી ન્યૂનતમ પ્રતિબદ્ધતા જાહેર કરી. લખનૌના તાજ હોટલમાં યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી સંવાદદાતાઓની સામે યૂપીમાં સરકાર બનવા પર પોતાના દસ મોટા વચન રજુ કર્યા.  
 
રાહુલ-અખિલેશે ગણાવ્યા આ 10 વચન... 
 
- ખેડૂતો માટે વીજળી સસ્તી કરવામાં આવશે. 
- આપવામાં આવશે 
- કક્ષા 9 થી 12ના બધા હોશિયાર વિદ્યાર્થીઓને મફત સાઈકલ 
- 1 કરોડ ગરીબ પરિવારને 1000 રૂપિયા માસિક પેંશન 
- પોલીસનું આધુનિકીકરણ કર્યુ. 
- ડાયલ 100 યોજનાનો વિસ્તાર 
- 5 વર્ષ સુધી દરેક ગામને વીજળી પાણી 
- દરેક જીલ્લાને 4 લેન રોડ સાથે જોડાશે 
- મહિલાઓને સરકારી નોકરીમાં 30% અને પંચાયત ચૂંટણીમાં 50 ટકા અનામત 
- 10 લાખ દલિતોને ઘર આપશે. 
 
રાહુલ બોલ્યા - ભાઈચારો અને પ્રેમની સરકાર બનાવીશુ 
 
બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફ્રેંસમાં કહ્યુ કે યૂપીમાં વિઝનની સરકાર આવશે. ભાઈચારો અને મહોબ્બતની સરકાર હશે. આ  10 પોઈંટ્સ વિકાસની નીવ બનશે. અમે ખેડૂતોને મદદ કરીશુ. યુવાઓને રોજગાર આપીશુ. 
 
રાહુલે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યુ, 'દર વર્ષે બે કરોડ લોકોને રોજગારનુ વચન આપ્યુ હતુ. પણ ફક્ત એક લાખ રોજગાર જ આપી શક્યા. બીજી બાજુ પીએમ મોદીના રેનકોટવાળા નિવેદન પર રાહુલે વ્યંગ્ય કરતા કહ્યુ, મોદી જી ને ગૂગલ કરવુ, જન્મપત્રી રાખવી, લોકોના બાથરૂમમાં ડોકિયા કાઢવા સારા લાગે છે. તેમને લાગી રહ્યુ છે કે યૂપીમાં સપા-કોંગ્રેસની સરકાર આવી રહી છે અને 
તેથી તેઓ ગભરાય રહ્યા છે. 
 
અખિલેશને પીએમ મોદી પર તંજ 
 
બીજી બાજુ અખિલેશ યાદવે પણ પ્રધાનમંત્રી પર નિશાન તાકતા કહ્યુ, ઈમોશનલ ઓછા થાવ, ગુસ્સો પણ ઓછી આવે, ઓછામાં ઓછી જમીનની વાત તો સમજમાં આવવી જોઈએ.  પ્રધાનમંત્રીને આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ચાલવુ જોઈએ. જો તેઓ એક વાર તેના પર ચાલીને જોશે તો મને વિશ્વાસ છે કે તેઓ સમાજવાદી પાર્ટીને વોટ આપશે. 
 
અખિલેશે કહ્યુ, લોકો હજુ પણ સારા દિવસો શોધી રહ્યા છે. પીએમને યૂપીમાં આવીને એ બતાવવુ જોઈતુ હતુ. યૂપીએ લોકસભાના સાંસદ અહીથી આપી દીધા.  એટલા સાંસદ આપી દીધા. પીએમ અહીથી, ગૃહમંત્રી અહીથી પણ તેમને યૂપીને શુ આપ્યુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટમાં BRTS બસના તમામ સ્ટોપ બન્યા ફ્રી વાઈફાઈ ઝોન

રાજકોટ મહાપાલિકાએ રેસકોર્સને ફ્રી વાઇફાઇ ઝોન બનાવ્યા બાદ હવે બીઆરટીએસના તમામ બસ સ્ટોપ પર ...

news

500 કિલોની ઈમાન, 25 વર્ષથી ઘરેથી બહાર નથી નીકળી, આજે સારવાર માટે મુંબઈ પહોંચી

દુનિયાની સૌથી વધુ વજનવાળી મહિલાઓમાંથી એક મિસ્રની 36 વર્ષીય એમન અહેમદ વજન ઘટાડવના સારવાર ...

news

BSF જવાન તેજ બહાદુરના ફેસબુક પર 6000 ફ્રેંડ્સમાં 17% પાકિસ્તાની

સુરક્ષા કર્મચારીઓને ખરાબ જમવાનુ ખવડાવવાનો આરોપ લગાવનારા બીએસએફ જવાન તેજ બહાદુરના અનેક ...

news

ગુજરાતી વિષયને બચાવવા સાહિત્યકારો-શિક્ષણવિદોની શિક્ષણમંત્રીને રજૂઆત

હાલમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની ચિંતન શિબિર મળી હતી. જેમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ...

Widgets Magazine