Widgets Magazine
Widgets Magazine

Rajysabha Election- ચૂંટણીનું ગણિત જોતાં કોંગ્રેસના હાલ બેહાલ થવાની શક્યતાઓ

મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (10:39 IST)

Widgets Magazine
ahemed patel


ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ભાજપ અધ્યક્ષ અને અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. 6 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની પાસે 51 ધારાસભ્યો છે અને અહેમદ પટેલની જીત માટે માત્ર 45 ધારાસભ્યોના સમર્થનની જરુર છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. કોંગ્રેસના 6 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે તો ચારે ધારાસભ્યો અમિત શાહ, સ્મૃતિ ઇરાની, બળવંતસિંહ રાજપૂત અને અહેમદ પટેલને જીત માટે 47-47 વોટોની જરુર છે. જોકે 6 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા પછી વિધાનસભામાં કુલ સંખ્યા ઘટી છે.

4 ઉમેદવારોને જીત માટે 44+1=45 મતોની જરુર છે. હાલમાં 176 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 121, કોંગ્રેસ પાસે 51 અને 2 NCP, જેડીયુ પાસે 1 અને 1 અપક્ષ છે. ભાજપની વાત કરીએ તો અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને જીતવા માટે પાર્ટીને 90 ધારાસભ્યોના મતોની જરુર છે. આ પછી 31 વધુ વોટો વધશે અને તેના કારણે પાર્ટીના કોંગ્રેસથી આવેલા બળવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતારીને અહેમદ પટેલની જીત મુશ્કેલ બનાવી દીધી છે. કોંગ્રેસની પાસે 51 ધારાસભ્યો છે તો તેમની જીત તો પાકી માનવામાં આવતી હતી, પરંતુ એવું ન થયું. પાર્ટીએ પોતાના 44 ધારાસભ્યોને બેગલુરુમાં લઈ ગઈ, જેમને વોટિંગના 1 દિવસ પહેલા જ ગુજરાત લાવવામાં આવ્યા અને આણંદ પાસે આવેલા રિસોર્ટમાં રાખવામાં આવ્યા. છોટુભાઈ વસાવાનો મત પણ ભાજપની તરફેણમાં જતો દેખાઈ રહ્યો છે. NCPના 2 ધારાસભ્યના સમર્થનમાં પણ મળતો દેખાઈ રહ્યો છે, કારણ કે એક ધારાસભ્ય કાંધલ જાડેજાએ ખુલીને ભાજપના સમર્થન વાત કહી છે. તો જયંત બોસ્કીએ કહ્યું છે કે, હાઈકમાન્ડના આદેશ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ માટે મુશ્કેલી માત્ર આ નથી, પણ ક્રોસવોટિંગનો ડર સતાવી રહ્યો છે. પાછલા મહિને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ પાર્ટીના લગભગ 1 ડઝન ધારાસભ્યો રામનાથ કોવિંદના સમર્થનમાં ક્રોસવોટિંગ કરી ચૂક્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

LIVE updates of Election - ડૂબતી કોંગ્રેસને મારો મત હું શું કામ આપું - શંકરસિંહ વાઘેલા

ગુજરાતના ઈતિહાસમાં ૨૦ વર્ષ પછી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મતદાનથી ચૂંટણી થઈ રહી છે. ...

news

સોશિયલ મીડિયાના દુરૂપયોગ પર ગુજરાત સરકારની ઘોંસ, લાવશે કાયદો

ગુજરાત સરકાર હવે સોશિયલ મીડિયાના દુરુપયોગ પર નિયંત્રણ કસવા નવો કાયદો લાવી રહી છે. આ કાયદો ...

news

કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરૂથી પરત ફર્યાં, ધારાસભ્યોની સુરક્ષા માટે યૂથ કોંગ્રેસના 500 યુવાનો તહેનાત

ગુજરાતમાં મંગળવારે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોવાથી આ ચૂંટણીને લઈને ભારે ગરમાવો ...

news

દિલ્હીમાં કોઈએ કાપી મહિલાઓની ચોટલી.... આતંક ફેલાયો

મહિલાઓના વાળ કાપવાની ઘટનાઓએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોઈએ મહિલાઓને બેહોશ કરી રહસ્યમય ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine