1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 16 ડિસેમ્બર 2018 (08:14 IST)

Vijay Diwas: એક ગુપ્ત સંદેશ.. અને 1971 ની જંગમાં ભારતે પકિસ્તાનને ચટાવી ધૂળ

16 ડિસેમ્બર એ દિવસ છે જ્યારે ભારત વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર મળેલી મોટી જીતનો જશ્ન મનાવે છે. ભારતીય સૈનિકોની આ મોટી જીત પછી જ બાંગ્લાદેશનો જન્મ થયો હતો. જે પહેલા પૂર્વી પાકિસ્તાનનો ભાગ હતા. દેશભરમાં આ દિવસ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે. આ યુદ્ધમાં 3900 ભારતીય સૈનિક શહીદ થઈ ગયા હતા અને 9851 ઘાયલ થયા હતા. પણ સૈનિકોના શોર્યનુ જ પરિણામ હતુ કે 93 હજાર પાકિસ્તાની સૈનિક યુદ્ધબંદી બનાવી હતી. 
 
 
શુ હતુ યુદ્ધનુ કારણ - માર્ચ 1971માં પાકિસ્તાનન સૈનિક તાનાશાહ યાહિયા ખા એ પૂર્વી પાકિસ્તાનમાં કઠોર વલણ અપનાવ્યુ શરૂ કરી દીધુ. હાલત અહી સુધી આવી ગયા કે ત્યા સામાજીક ન્યાય  જેવી કોઈ વસ્તુ નથી રહી ગઈ. આ દરમિયાન શેખ મુજીબની ધરપકડ કરી લેવામાં આવી. જેનાથી અનેક શરણાર્થી ભારતની તરફ ફરવા લાગ્યા. આ દરમિયાન ભારત પર દબાણ પડ્યુ કે તેઓ સેના દ્વારા હસ્તક્ષેપ કરે. એ સમયે ઈન્દિરા ગાંધી દેશની પ્રધાનમંત્રી હતી. જેમણે થલ સેનાધ્યક્ષ માનેકશો સાથે આ મુદ્દા પર વાત કરી. 
 
સેનાએ આ રીતે ઉઠાવ્યુ પગલુ 
 
ઈન્દિરાન માનેકશો સાથે વાત કર્યા પછી ભારતે પાકિસ્તાન પર આક્રમણ માટે રણનીતિ બનાવવી શરૂ કરી દીધી. પણ આ દરમિયાન સૌથી મોટો અવરોધ મોસમના રૂપમાં હતો. ભારતની પર્વતીય ડિવિઝન પાસે પુલ બનાવવાની ક્ષમતા નહોતી. વરસાદમાં પૂર્વી પાકિસ્તાનમાં એંટ્રી કરવી દુર્ગમ કામ હતુ. જવાનોના હિતની વાતને જોતા માનેકશોએ આ ઋતુમાં સૈન્ય કાર્યવાહીથી ઈનકાર કરી દીધો. 
 
પાકિસ્તાનનુ એ પગલુ જેની સજા ભોગવી 
 
ડિસેમ્બરનો મહિનો હતો. ત્રણ તારીખે ઈન્દિરા પશ્ચિમ બંગાળના કલકત્તામાં એક જનસભાને સંબોધિત કરવા પહોં&ચી હતી.  આ દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ પઠાનકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર, આગ્રામાં ભારતીય સૈનિક હવાઈ મથકો પર હુમલો કર્યો. ઈન્દિરા દિલ્હી પરત ફરી અને કેબિનેટની મિંટિગ લીધી. 
 
એક ગુપ્ત સંદેશ 
 
હુમલા પછી ભારતીય સેનાએ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી શરૂ કરી અને પૂર્વી પાકિસ્તાનના જેસોર અને ખુલના પર કબજો કર્યો. 14 ડિસેમ્બરના રોજ ભારતીય સેનાએ એક ગુપ્ત સંદેશ ડિકોડ કર્યો જેમા 11 વાગ્યે ઢાકાના ગવર્મેંટ હાઉસમાં એક બેઠકનો ઉલ્લેખ હતો. ભારતીય સેનાએ નક્કી કર્યુ કે આ સમયે એ ભવન પર બોમ્બ ફેકવામાં આવે. બેઠક દરમિયાન જ મિગ 21 વિમાનોએ ભવન પર બોમ્બ ફેકીને મુખ્ય હોલની છત ઉડાવી દીધી.   આ એ જ સમય હતો જયારે ગવર્નર મલિકે રાજીનામુ લખ્યુ. 
 
 
આત્મસમર્પણ માટે લખ્યો પત્ર 
 
16 ડિસેમ્બરની સવારે જનરલ જૈકબને માનેકશોએ એક મેસેજ મોકલ્યો જેમા કહેવામાં આવ્યુ કે આત્મસમર્પણની તૈયારી માટે તેઓ મોડુ કર્યા વગર ઢાંકા પહોંચે. આ દરમિયાન નિયાજી પાસે ઢાકામાં 26400 સૈનિક હતા. જ્યારે કે ભારત પાસે ફક્ત 3000 સૈનિક હતા અને એ પણ ઢાકાથી 30 કિલોમીટર દૂર્ આ દરમિયાન જનરલ અરોડા ઢાકા પહોંચ્યા આ દરમિયાન અરોડા અને નિયાજીએ આત્મસમર્પણ કર્યુ. આ દરમિયાન માનેકશોએ ઈન્દિરાને ફોન કરી જીતની સૂચના આપી.  ઈન્દિરાએ સદનમાં આનો ઉલ્લેખ કર્યો અને આખુ સદન જશ્નમાં ડૂબી ગયુ.