ટ્રિપલ તલાક મુસ્લિમ સ્ત્રીઓ સાથે ક્રૂરતા : HC

ઈલાહાબાદ., ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (15:13 IST)

Widgets Magazine

ઈલાહાબાદ હાઈકોર્ટે ત્રણ તલાક ને સ્ત્રીઓ સાથે ક્રૂરતા કરાત આપતા આજે કહ્યુ કે કોઈપણ પર્સનલ લૉ બોર્ડ સંવિધાનથી ઉપર નથી. ત્રણ તલાક મુદ્દા પર હાઈકોર્ટમાં દાખલ બે અરજીઓ પર ન્યાયાધીશ સુનીત કુમારે આજે અહી નિર્ણય સંભળાવ્યો. તેમણે કહ્યુ કે "છે. આ સ્ત્રીઓના અધિકારોનું હનન કરે છે." 
 
હાઈકોર્ટે કુરાનની એક આયતનો હવાલો આપતા કહ્યુ, કુરાનમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે સમજૂતીના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે છુટાછેડા આપી શકાય છે.  પણ ધર્મ ગુરૂઓએ આની ખોટી વ્યાખ્યા કરી છે. જે ખોટી છે. આ નિર્ણય વિરુદ્ધ નોંધવામાં આવેલ બંને અરજીઓ રદ્દ કરતા હાઈકોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો. 
 
હાઈકોર્ટનો નિર્ણય શરિયત કાયદા વિરુદ્ધ 
 
બીજી બાજુ હાઈકોર્ટના આ નિર્ણય પર ઑલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય અને ઈસ્લામિક વિદ્વાન ખાલિદ રશીદ ફિરંગી મહલીએ આને શરિયત કાયદા વિરુદ્ધ બતાવ્યો. ખાલિદ રશીદે આ નિર્ણય પર ટિપ્પણી કરતા કહ્યુ, "ઈલાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી હરિયત વિરુદ્ધ છે. આપણા મુલ્કના સંવિધાને અમનેઅમારા પર્સનલ લૉ પર અમલ કરવાની સંપૂર્ણ આઝાદી આપી છે." 
 
કેન્દ્ર સરકારે પણ કર્યો હતો ત્રણ તલાકનો વિરોધ 
 
ત્રણ તલાક મુદ્દા પર કેન્દ્ર સરકાર પણ પોતાનો વિરોધ બતાવી ચુકી છે.  મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના જવાબ પછી સુપ્રીમ કોર્ટે આના પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. ગઈ 7 ઓક્ટોબરના રોજ કેન્દ્રએ સુપ્રીમ કોટમાં સોગંધનામુ દાખલ કરી કહ્યુ હતુ, 'ત્રણ તલાક, નિકાહ હલાલા અને એકથી વધુ લગ્ન જેવી પ્રથાઓ ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી.' આ પ્રથમ તક હતી જ્યારે કેન્દ્ર સરકારે ત્રણ તલાકનો વિરોધ કર્યો હતો. ત્રણ તલાકના વિરોધ પછી કેન્દ્ર સરકાર અને ઑલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વચ્ચે પણ તકરાર થઈ હતી.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

RBI HDFC બેંકને પૈસા આપે છે તો જાય છે ક્યાં ? બેંકમાં પગારની જગ્યાએ ત્રણ દિવસનો ટોકન મળે છે.

અમદાવાદમાં હજીયે લોકોને પૈસા ઉપાડવામાં તકલીફઓનો સામનો કરવો પડી રહ્યો છે. આઠમી નવેમ્બરે ...

news

પાકિસ્તાનના જુનૈદ જમશેદનુ એ ટ્વીટ, જે હવે લોકોને હંમેશા યાદ રહેશે

પાકિસ્તાનમાં થયેલ વિમાન દુર્ઘટનામાં પૂર્વ પૉપ સિંગર અને ધાર્મિક ઉપદેશક જુનૈદ જમશેદનુ મોત ...

news

નોટબંધીનો એક મહિનો પુરો, કાળી પટ્ટી બાંધીને વિપક્ષી નેતાઓ 'બ્લેક ડે' ઉજવશે

નોટબંધીના નિર્ણયને એક મહિનો પુર્ણ થઈ ગયો છે. મોદી સરકારે આ નિર્ણયને કોંગ્રેસ સહિત તમામ ...

news

રાજકોટમા એંઠવાડમાંથી બનાવાશે ૪૦૦ યુનિટ વિજળી અને ખાતર

કોઈ પણ સ્થળે સૌથી મોટી માથુ ફાટી જાય તેવી ગંદકી એંઠવાડ વગેરે ઓર્ગેનિક વેસ્ટ કે જે ઝડપથી ...

Widgets Magazine