સુષમાની ચેતાવણી પછી Amazon એ વેબસાઈટ પરથી હટાવ્યા તિરંગાવાળા પગલૂંછણિયા પણ માફી નહી માંગી

નવી દિલ્હી., ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (11:46 IST)

Widgets Magazine

ઓનલાઈન સામાન વેચનારી કંપની કનાડામાં પોતાની વેબસાઈટ પર ભારતના ઝંડાવાળા ડોર મેટ વેચી રહી હતી. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સુધી જ્યારે તેની ફરિયાદ પહોંચી તો તેણે કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતાવણી આપી. સુષમાના સખત રવૈયા પછી કંપનીએ વેબસાઈટ પરથી આ પ્રોડક્ટને હટાવી લીધુ છે. પણ અમેજન તરફથી હજુ સુધી માફી માંગવામાં આવી નથી. અમેજન કનાડામાં તિરંગાવાળા ડોરમેટ મતલબ પગલૂંછણિયા  જેનો ઉપયોગ ઘરમાં થાય છે વહેચી રહ્યુ હતુ
 
અમેજને આ ડોરમેટની કિમંત લગભગ  36  ડોલર મતલબ ભારતીય રૂપિયામાં તેની કિમંત 2450 રૂપિયા રાખી છે. 
ભારતીય તિરંગાવાળા ડોરમેટને વેચાતુ જોઈ સરકાર હરકતમાં આવી અને સુષમાએ અમેઝનને આ અપમાનજનક ઉત્પાદોને તરત હટાવવાનુ કહ્યુ. સુષમાએ ટ્વીટ કર્યુ, "અમેઝને તરત જ માફી માંગવી જોઈએ. અમારા તિરંગાના અપમાન કરનારા દરેક પ્રોડક્ટને અમેજને પરત લેવા પડશે. આવુ ન કર્યુ તો અમેજનમાં કામ કરી રહેલ કોઈપણ વ્યક્તિને ભારતનો વીઝા આપવામાં આવશે નહી.  જો કોઈની પાસે પહેલાથી વીઝા છે તો તેને રદ્દ કરી દેવામાં આવશે." ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો પહેલા અમેઝનના પ્રમુખ જેફ બેજોજ ભરતના પ્રવાસ પર આવ્યા હતા અને તેમણે પાંચ અરબ ડૉલરના રોકાણનુ વચન આપ્યુ છે.  બીજી બાજુ ભારતમાં પણ કંપની ઝડપથી પોતાના વેપારનો વિસ્તાર કરી રહી છે.  આવામાં જો વિવાદ વધ્યો અને અમેઝને માફી ન માંગી તો કંપનીને તેનુ ભારે નુકશાન ઉઠાવવુ પડી શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમેજન તિરંગાવાળા પગલૂંછણિયા ડોરમેટ્સ ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Amazon એ વેબસાઈટ Amazon Sushma-swaraj. ગુજરાત સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઈંડિયન નેવીમાં સામેલ થઈ સબમરીન ખાંદેરી, ભારતની તાકત અનેકગણી વધશે

ઈંડિયન નેવીની તાકતને વધુ વધારવા માટે ગુરૂવારે સવારે એડવાંસ્ડ્ડ ટેકનોલોજીવાળી ખાંદેરી ...

news

મોદી લોકોને ડરાવે છે અને અમે કહી છીએ ડરશો નહી - રાહુલ

કોંગ્રેસે બુધવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં જન વેદના સંમેલન ઓર્ગેનાઈઝ કર્યુ. તેમા ...

news

છોકરીના શરીરના આ ભાગની કીમત કંપનીએ લગાવી 9 કરોડ , જાણો શા માટે

વિશ્વમાં તમને ઘણી મોંઘી વસ્તુઓ વિશે સાંભળ્યું હશે પણ જો તમને ખબર લાગે કે તમારી જીભની કીમત ...

news

લાલુ પ્રસાદે મોદીને આપી ચેલેંજ, હિમંત હોય તો આખા દેશમાં દારૂબંધી લાગૂ કરી બતાવો

રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદે કહ્યુ છે કે શરાબબંધીના સમર્થનમાં માનવ કડીમાં રાજદનો પણ સમાવેશ ...

Widgets Magazine