શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જૌનપુર - , સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (08:57 IST)

એમ્બુલેંસ પરથી સમાજવાદી હટાવ્યુ તો 200ના નોટ પર હાથી અને કમળ કેમ - ડિંપલ યાદવ

ડિપંલ યાદવે જૌનપુરમાં પ્રધાનમંત્રી મોદી અને માયાવતી પર જોરદાર  હુમલો બોલ્યો. ડિંપલે કહ્યુ કે અમે કામ કરી રહ્યા છે અને તેઓ બદનામ કરી રહ્યા છે. ચૂંટણીમાં એમ્બુલેંસ પરથી સમાજવાદી શબ્દ હટાવવા પર પણ ડિમ્પલે ભાજપા અને બસપાને આડે હાથે લીધા. ડિમ્પલે કહ્યુ કે જો એમ્બુલેંસ પર સમાજવાદી નથી લખી શકતા તો નોટ પર હાથી અને કમળના નિશાન કેમ છે. 
 
મહિલા અપરાધમાં યૂપી 28માં નંબર પર 
 
કાયદા વ્યવસ્થા પર વિરોધીઓના આરોપો પર ડિમ્પલે જવાબ આપતા કહ્ય કે મહિલા અપરાધમાં યૂપી 28માં નંબર પર છે. ભાજપા શાસિત પ્રદેશ પહેલા, બીજા અને ત્રીજા નંબર પર છે. અમિત શાહના કસાબવાળા નિવેદન પર ડિમ્પલે કહ્યુ કે વિપક્ષી ક થી ખબર નહી શુ બોલી રહ્યા છે.  અમે તો અમારા બાળકોને ક થી કસાબ નથી કમ્પ્યુટર શીખવવા  માંગીએ છીએ. ડિમ્પએલ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે અચ્છે દિનવાળા મંત્રીઓના ન તો સારા બોલ કે ન તો સારી વાણી અને ન તો સારી ભાષા. ખોટુ બોલે છે, મંચ પરથી ખોટા આંકડા રજુ કરે છે. 
 
 
ડિમ્પલને કાર્યકર્તાઓએ કર્યા પરેશાન 
 
જૌનપુરની રેલીમાં પણ કાર્યકર્તાઓએ અતિ ઉત્સાહના કારણે ડિમ્પલને પરેશાન થવુ પડ્યુ. ડિમ્પલ મંચ પર પહોંચ્યા પછી કાર્યકર્તાઓ સતત નારા લગાવી રહ્યા હતા. ડિમ્પલે અનેકવાર આંગળીથી ચુપ રહેવાનો ઈશારો પણ કર્યો, પણ તે ન માન્યા.