શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 25 જુલાઈ 2017 (17:02 IST)

Amulએ પોતાના ગ્રાહકોને આપી GSTથી રાહત, ઘટાડ્યા બધા પ્રોડ્કટ્સના Rate

ભારતમાં ડેયરી ક્ષેત્રની અગ્રણી કંપની અમૂલે  વસ્તુ અને સેવા કર લાગૂ થયા પછી તેમના કેટલાક મિલ્ક પ્રોડ્કટસની કીમત ઘટાડી દીધી છે. કંપની દ્વારા રજૂ તાજા પ્રાઈસ લિસ્ટ મુજબ અમૂલના બેબી મિલ્ક પાઉડર અમૂલ સ્પ્રે, મિલ્ક પાઉડર અને ક્રીમ ની કીમતમાં 25 રૂપિયાનો કપાત કર્યો છે. 
કંપની મુજબ જીએસટીથી પહેલા અમૂલ સ્પ્રેના 1 કિલોના પેકની કીમત 360 રૂપિયા હતી કે જીએસટી પછી ઘટીને 335 રૂપિયા રહી ગઈ છે. તે સિવાય અમૂલ સ્પ્રેના 500 ગ્રામ ટીનની કીમત 195 રૂપિયા હતી જે ઘટીને 182 રૂપિયા થઈ છે. અમૂલ્યા મિલ્ક પાઉડરના ભાવ  પણ ઘટયા છે. જીએસટી પહેલા અમૂલ્યાના 1 કિલો પેકની કીમત 358 રૂપિયા હતી જે ઘટીને 335 રૂપિયા થઈ છે. તેની સાથે જ અમૂલ્યાના 500 ગ્રામ પાઉચની કીમત 183 રૂપિયાથી ઘટીને 175 રૂપિયા થઈ ગઈ છે. 
 
મિલ્ક પાઉડર સિવાય ક્રીમની કીમત પણ ઘટાડી. 1 જુલાઈથી લાગૂ જીએસટીમાં મિલ્ક પાઉડર પર 5 ટકા દર લાગૂ કરાઈ છે. જે પહેલા 7 ટકાથી વધારે ટેક્સ લાગ્યું હતું.