મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (19:54 IST)

કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળીના અવસરે નૉન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ આપવાની જાહેરાત

નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મીઓને દિવાળીના અવસરે નૉન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ આપવાની જાહેરાત કરી છે. આના હેઠળ તમામ પાત્ર કર્મીઓને 30 દિવસના વેતન જેટલી રકમ મળશે. કેન્દ્ર સરકારના ગ્રૂપ બી અને ગ્રૂપ સી અંતર્ગત આવનારા તે અરાજપત્રિત કર્મચારી, જે કોઈ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવતા નથી, તેમને પણ આ બોનસ આપવામાં આવશે. એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક દળના તમામ યોગ્ય કર્મીઓને પણ મળશે.
 
નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મીઓને દિવાળીના અવસરે નૉન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ આપવાની જાહેરાત કરી છે. આના હેઠળ તમામ પાત્ર કર્મીઓને 30 દિવસના વેતન જેટલી રકમ મળશે. કેન્દ્ર સરકારના ગ્રૂપ બી અને ગ્રૂપ સી અંતર્ગત આવનારા તે અરાજપત્રિત કર્મચારી, જે કોઈ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવતા નથી, તેમને પણ આ બોનસ આપવામાં આવશે. એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક દળના તમામ યોગ્ય કર્મીઓને પણ મળશે. અસ્થાયી કર્મચારી પણ હશે લાભાન્વિતનાણા મંત્રાલય દ્વારા જારી આદેશ અનુસાર એડહૉક બોનસ હેઠળ જે રકમ આપવામાં આવે છે, તેનુ નિર્ધારણ કરવા માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે. કર્મીઓનુ સરેરાશ વેતન, ગણનાની ઉચ્ચતમ સીમા અનુસાર જે પણ ઓછુ હોય, તેના આધારે બોનસ જોડવામાં આવે છે. જો કોઈ કર્મીને સાત હજાર રૂપિયા મળી રહ્યા છે, તો તેમના 30 દિવસનુ માસિક બોનસ લગભગ 6907 રૂપિયા રહેશે