ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (11:17 IST)

J&K -પત્થરબાજો પર પહેલીવા ગુસ્સામાં જોવા મળ્યા આર્મી ચીફ - હથિયાર ઉઠાવે જેથી હુ તે કરુ જે કરવા માંગુ છુ

છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર અને બોર્ડર પર સતત તનાવની સ્થિતિ રહી છે. ઘાટીમાં પત્થરબાજોનુ એક્શન હોય કે પછી અલગતાવાદીઓનો સતત પાકિસ્તાનની મદદથી હિંસા ભડકાવવી.. સતત આવી ઘટનાઓ વધતી જઈ રહી છે. આ દરમિયાન સેના પ્રમુખ બિપિન રાવતે ઘાટીમાં પત્થર વરસાવનારોઓને સીધો પડકાર આપ્યો છે.  તેમણે કહ્યુ કે તે લોકો અમારા પર પત્થર વરસાવવાને બદલે ગોળીઓ ચલાવે જેથી હુ જે કરવા માંગુ તે કરી શકુ. 
 
ન્યૂઝ એજંસી પીટીઆઈને આપેલ આ ઈંટરવ્યુમાં બિપિન રાવતે પત્થરબાજો અને કાશ્મીરના હાલત પર ખુલીને પોતાની વાત મુકી.. જાણો તેમના ઈંટરવ્યુની 10 વિશેષ વાતો... 
 
1. લોકો જ્યારે અમારા પર પત્થર ફેંકી રહ્યા હોય અને પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યા હોય તો હુ અમારા જવાનોને ફક્ત મરવાની રાહ જોવાનુ કહુ.
 
2. સેના પ્રમુખે કાશ્મીરી યુવકને જીપ પર બાંધી માનવ ઢાળના ઉપયોગ કરવાની ઘટનાનો બચાવ કર્યો. તેમણે કહ્યુ કે કાશ્મીરમાં પ્રોક્સી વૉરનો સામનો કરવા માટે સૈનિકોને નવી રીત અપનાવવી પડે છે. 
 
3. જનરલ રાવતે કહ્યુ કે લોકો અમારી પર પથરાવ કરી રહ્યા છે. પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યા છે આવામાં જ્યારે મારા કર્મચારી મને પૂછે કે અમે શુકરીએ તો શુ મારે એવુ કહેવુ જોઈએ કે બસ રાહ જુઓ અને જીવ આપી દો ? હુ રાષ્ટ્રીય ધ્વજ સાથે એક સારો તાબૂત લઈને આવીશ નએ સન્માન સાથે શબને તમારા ઘરે મોકલીશ. પ્રમુખના રૂપમાં શુ મારે આવુ કહેવુ જોઈએ ? મારે ત્યા ગોઠવાયેલા સૈનિકોનુ મનોબલ કાયમ રાખવાનુ છે. 
 
4. જનરલ રાવતે કહ્યુ કે વાસ્તવમાં હુ ઈચ્છુ છુ કે આ લોકો અમારી પર પત્થરમારો કરવાને બદલે હથિયાર ચલાવે. ત્યારે હુ ખુશ થતો. ત્યારે હુ એ કરતો જે હુ કરવા માંગુ છુ. 
 
5. જમ્મુ કાશ્મીરમાં લાંબા સમય સુધી કામ કરી ચુકેલા જનરલ રાવતે કહ્યુ કે કોઈપણ દેશમાં લોકોમાં સેનાનો ભય ખતમ થતા દેશનો વિનાશ થઈ જાય છે. તેમણે કહ્યુ કે વિરોધીઓએ તમારાથી ગભરાવવુ જોઈએ અને દેશના લોકોને પણ તમારો ભય હોવો જોઈએ. અમારો મિત્રતાપૂર્ણ વ્યવ્હાર રાખનારી સેના છે પણ કાયદો વ્યવસ્થા બગડવાનો સવાલ આવે તો લોકોમાં અમારો ભય હોવો જોઈએ. 
 
6. તેમણે કહ્યુ કે ઘાટીમાં કોઈપણ સ્થિતિનો સામનો કરવા અધિકતમ સંયમનો પરિચય આપવામાં આવે છે. જનરલ રાવતે કહ્યુ કે સેના પ્રમુખના રૂપમાં સેનાનુ મનોબળ મારા માટે સૌથી જરૂરી છે. એ મારુ કામ છે. 
 
7. સેના પ્રમુખે કહ્યુ કે દક્ષિણ કાશ્મીરના ચાર જીલ્લા જ અશાંત છે. અને આ કહેવુ ખોટુ છે કે આખા કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણ બહાર ચાલી ગઈ છે.  કાશ્મીર મુદ્દાના સમાધાન વિશે પૂછતા તેમણે કહ્યુ કે તેના ઠોસ સમાધાનની જરૂર છે. દરેકને સામેલ થવાની જરૂર છે.  સેનાની ભૂમિકા આ સુનિશ્ચિત કરે છે કે હિંસા ન થાય અને તેમા ભાગ ન લેનારા સમાન્ય લોકોની રક્ષા કરવામાં આવે. 
 
8. કાશ્મીરી લોકો સાથે સંપર્ક માટે રાજનીતિક પહેલ વિશે પૂચતા જનરલ રાવતે કહ્યુ કે આ સરકારને નક્કી કરવાનુ છે.  તેમણે કહ્યુ કે પૂર્વમાં પણ આવી પહેલા કરવામાં આવી ચુકી છે. 
 
9. પાકિસ્તાનના સંદર્ભમાં સેના પ્રમુખે કહ્યુ કે તે પાકિસ્તાન સાથે સીમિત યુદ્ધનુ પૂર્વાનુમાન પ્રકટ નથી કરી રહ્યા. 
 
10. જનરલ રાવત બોલ્યા કે કાશ્મીર મુદ્દાના ઠોસ તાજેતરમાં જરૂર છે અને દરેક કોઈને તેમા સામેલ હોવુ પડશે.