1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 4 મે 2017 (12:12 IST)

સૈનિકોની લાશ સાથે બર્બરતા પર જેટલી બોલ્યા - સેના પર વિશ્વાસ રાખો

રક્ષા મંત્રી અરુણ જેટલીએ પાકિસ્તાનના એ દાવાને રદ્દ કરી દીધા છે જેમા પાકિસ્તાને ભારતીય જવાનો સાથે બર્બરતા પાછળ પાકિસ્તાનની સેનાનો હાથ હોવાથી ઈનકાર કર્યો છે.  જેટલીએ કહ્યુ કે પાકિસ્તાનના ઈનકાર પર વિશ્વાસ કરવાનુ કોઈ કારણ નથી. પાક. સેનાની મદદ વગર આ શક્ય નથી. સાથે જ રક્ષા મંત્રીએ લોકોને ભારતીય સેના પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. જેમા પહેલા બુધવારે ભારતે પાક. ઉચ્ચાયુક્તને જવાનો સાથે થયેલી કાયરાના હરકતમાં પાક સેનાનો હાથ હોવાના પૂરતા પુરાવા આપ્યા. સાથે જ જવાબદાર કમાંડો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. 
 
 
ઉલ્લેખનીય છે કે, આ મામલે ક્રોધિત ભારતે બુધવારે બપોરે પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિતને સમન મોકલ્યું અને બે ભારતીય સૈનિકોને મારવામાં પાકિસ્તાની સેના સામેલ છે તેના પૂરતા સબૂત આપ્યા. ભારતે 1 મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર કૃષ્ણા ઘાટી સેક્ટરમાં થયેલા ક્રર કૃત્યને અંજામ આપનારાઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ જણાવ્યું કે, વિદેશ સચિવ એસ જયશંકરે પાકિસ્તાની સેના દ્વારા 1 મેના રોજ બે ભારતીયોને મારવામાં અને તેમના શવ સાથે બર્બરા કરવા પર ભારતની નારાજગી જાહેર કરવા બાસિતને સમન્સ મોકલ્યું છે.
 
ભારતે પાકિસ્તાનને એમ પણ કહ્યું કે, સૈનિકોના મારવું એ ઉકસાવવાની બાબત છે અને સભ્ય આચરણના તમામ માપદંડોને વિપરીત છે. બાગલેએ કહ્યું કે, આ વાત મહત્ત્વપૂર્ણ છે કે, હુમલાને બટ્ટલ ગામના અંતર્ગત આવનારા બટ્ટલ સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓથી આવી રહેલી ગોળીબારીની આડમાં અંજામ આપ્યું છે.