શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 18 જૂન 2022 (21:19 IST)

Photo - અસમ અને ત્રિપુરામાં વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધી 55 લોકોના મોત, 19 લાખ લોકો થયા પ્રભાવિત

assam
અસમ અને ત્રિપુરામાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. આ જીવલેણ પૂરને કારણે અત્યાર સુધીમાં 55થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અસમના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને રાજ્યની વર્તમાન પૂરની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. મોદીએ પૂરથી પ્રભાવિત લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે આસામના 28 જિલ્લામાં આ વર્ષે પૂરથી 18.95 લાખથી વધુ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે.