ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (08:47 IST)

Azadi Ka Amrit Mahotsav:સરકારનો 'આઝાદી કા અમૃત મહોત્સવ', લોકોને 'ભેટ', તાજમહેલ સહિતની આ ઈમારતોમાં ફ્રી એન્ટ્રી

Taj Mahal
75th Independence Day:  કેન્દ્ર સરકારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિત્તે સામાન્ય જનતાને ભેટ આપી છે. આજથી (5 ઓગસ્ટ)થી 15 ઓગસ્ટ સુધી દેશના તમામ રાષ્ટ્રીય સ્મારકોમાં લોકોને ફ્રી એન્ટ્રી મળશે. તમને જણાવી દઈએ કે આ સમયે દરેક લોકો 'આઝાદી કા અમૃત મહોત્સવ'માં તરબોળ જોવા મળે છે. ચારેબાજુ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના કાર્યક્રમો જોઈ શકાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ દેશભરના સંરક્ષિત સ્મારકોમાં પ્રવાસીઓને મફત પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે.
 
માહિતી અનુસાર, ASIનો આ આદેશ 5 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે, જે 15 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. ASIના મોન્યુમેન્ટ-2ના ડાયરેક્ટર ડૉ. એન.કે. પાઠકે જણાવ્યું કે 5 ઓગસ્ટથી તમામ સ્મારકો, મ્યુઝિયમ અને પુરાતત્વીય સ્થળો પર મુલાકાતીઓ માટે ફ્રી એન્ટ્રી હશે. આ તમામ સ્થળોએ પ્રવેશ ફી લેવામાં આવશે નહીં. આ અંગેની માહિતી તમામ પ્રાદેશિક નિર્દેશકોને આપવામાં આવી છે. દેશમાં 3,600 થી વધુ ASI-સંરક્ષિત સ્મારકો છે, જેમાંથી દરેક અપ્રતિમ સૌંદર્ય, ઇતિહાસ અને મહત્વ ધરાવે છે.