શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 30 મે 2017 (15:26 IST)

બાબરી મસ્જિદ મામલો - CBI કોર્ટે બધા આરોપીઓને જામીન આપી

બીજેપી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત બધા આરોપી સીબીઆઈના વિશેષ કોર્ટ વ્યક્તિગત જામીનખત થી જામીન આપી દીધી છે.  બધા આરોપીને આ મામલાને રદ્દ કરવાની માંગ કરી હતી. હાલ કોર્ટે આ સંપૂર્ણ મામલા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. 
 
કોંગ્રેસ નેતા મનીષ તિવારી બોલ્યા કે આ મામલામાં સીબીઆઈના ચુકાદા પછી અડવાણી વિચારી રહ્યા હશે કે શુ રાષ્ટ્રપતિ પદને લઈને તેમની ઉમેદવારી ખતમ કરવા માટે મોદીની કોઈ ભૂમિકા છે ? બીજેપીના અંદર અનેક લોકો આ વાતથી ચિંતિત હશે કે મોદી સરકાર પોતાના જ લોકો વિરુદ્ધ પણ જઈ શકે છે. 
 
સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યુ કે આરોપે વિવાદિત માળખુ પાડવા માટે જવાબદાર નથી. આ નેતા ભીડને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા. 
 
સાક્ષી મહારાજે કહ્યુ કે દુનિયામાં કોઈ તાકત રામ મંદિરનુ નિર્માણ રોકી શકતી નથી. 
 
યૂપીના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મોર્યનુ નિવેદન - આ ન્યાયિક પ્રક્રિયા છે. અમારા નેતા કોર્ટના આદેશનુ પાલન કરશે. અમે સમજીએ છે તેમને ન્યાય મળશે. 
 
 
સુપ્રિમ કોર્ટે 19 એપ્રિલના રોજ નિર્દેશ આપ્યો હતો કે, અડવાણી (89), જોશી(83), અને ઉમા(58) ઉપરાંત બાકી તમામ આરોપીઓ પર બાબરી ઢાંચો ધ્વંસ કરવાનો અપરાધિક ષડયંત્રનો કેસ ચાલશે. કોર્ટે મામલાની સુનવણી રોજ કરવામાં અને બે વર્ષમાં સુનવણી સમાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.