ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 ડિસેમ્બર 2023 (16:34 IST)

BJP Bhajan Lal Sharma: ભજનલાલ શર્મા બનશે રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી, બીજેપી ધારાસભ્ય દળની બેઠક પર લાગી મોહર

bhajnalal sharma
bhajnalal sharma

 Rajasthan New CM: રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેંસનો છેવટે અંત આવ્યો છે. જયપુરમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં ભજન લાલ શર્માના નામ પર મોહર લાગી ગઈ છે. રાજસ્થાનમાં ચૂંટણી પરિણામો પછી નવ દિવસ પછી સીએમનુ નામ ફાઈનલ થયુ છે. ભજનલાલ શર્મા સંગાનેરથી ધારાસભ્ય છે અને પહેલીવાર ધારાસભ્ય બનીને હવે રાજસ્થાનના મુખ્યમંત્રી થશે. 
 
ભજનલાલ શર્મા ભરતપુરના રહેનારા છે. બહારી હોવાનો આરોપ છતા સાંગનેરથી મોટા અંતરે જીત નોંધાવી. શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48081 વોટોથી હરાવ્યુ. ભજન લાલ શર્માને સંઘ અને સંગઠન બંનેના નિકટના માનવામાં આવે છે.