ભય બિનુ હોઈ ન પ્રીતિ... ભારતીય સેનાની આ ચોપાઈ સાંભળીને પાકિસ્તાનને કડક શબ્દોમાં શુ આપ્યો સંદેશ ? જાણો બધુ
ભારતીય સેનાએ એકવાર ફરી પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ રવિવારે કહ્યુ હતુ કે પાકિસ્તાને જો આ વખતે હુમલો કર્યો તો તેને જોરદાર જવાબ આપવામાં આવશે. આ વખતે ભારતીય સેનાએ રામચરિતમાનસની એક ચોપાઈનો પણ ઉલ્લેખ કર્યો છે.
ભય બિનુ હોય ના પ્રીતિ
પ્રેસ કૉન્ફ્રેસ દરમિયાન એયર માર્શલ એકે ભારતીએ રામચરિતમાનસની ચોપાઈ વાચતા કહ્યુ, વિનય ના માનત જલઘા ગયે તીન દિન બીતી. બોલે રામ પ્રકોપ તબ ભય બિનુ હોય ના પ્રીતિ...
ભગવાન રામે ગુસ્સામાં આવીને કરી આ વાત
ઉલ્લેખનીય છે કે આ લાઈન ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસની છે. આ અયોધ્યાકાંડમાં છે. જ્યારે શ્રીરામ સમુદ્રને લંકા જવા માટે માર્ગ આપવાની પ્રાર્થના કરે છે. પણ સમુદ્ર માનતુ નથી. ત્યારે ભગવાન શ્રીરામ ગુસ્સે થઈને કહે છે...
વિનય ના માનત જલધિ ગયે તીન દિન બીતી
બોલે રામ સકોપ તબ ભય બિનુ હોય ના પ્રીતિ
જેવા સાથે તેવા થવુ જ પડશે
તેનો મતલબ છે કે સમુદ્ર ત્રણ દિવસ સુધી ભગવાન રામ દ્વારા વિનમ્રતાથી કરવામાં આવેલી પ્રાર્થના માનતુ નથી. ત્યારે ભગવાન રામ ગુસ્સામાં કહે છે કે ડર વગર કોઈ આજ્ઞા પણ માનતુ નથી. જેવા સાથે તેવા થવુ જ પડશે.