1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (15:41 IST)

BIG NEWS- PM Modi Security Breach- મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે ખુલ્યા રહસ્યો

BIG NEWS- PM Modi Security Breach
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં બેદરકારી ગંભીર બાબત છે. આવી ઘટના સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે. કેન્દ્રએ પંજાબ સરકાર પાસેથી આ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
ફિરોઝપુર પંજાબનો અત્યંત સંવેદનશીલ જિલ્લો
 
નરેન્દ્ર મોદીનો કાફલો બુધવારે લગભગ 20 મિનિટ સુધી અત્યંત અસુરક્ષિત વિસ્તારમાં ઊભો રહ્યો હતો. પંજાબના ફિરોઝપુર જિલ્લાની અંદર મુડકી નજીક નેશનલ હાઈવે પર વડાપ્રધાને જ્યાં રોકાવું પડ્યું તે સ્થળ અત્યંત સંવેદનશીલ ઝોન છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અહીંથી માત્ર 30 કિલોમીટર દૂર છે. આ વિસ્તારમાંથી ટિફિન બોમ્બ અને અન્ય વિસ્ફોટક સામગ્રી સતત મળતી રહી છે. આવી સ્થિતિમાં પંજાબ પોલીસે વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને જે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈતી હતી તે જમીન પર દેખાઈ રહી નથી.
 
આ દરમિયાન પંજાબના ADGPના પત્રથી એક મોટો ખુલાસો થયો છે અને પંજાબ સરકારના દાવાઓ ખુલ્લી પડી ગયા છે.
 
ADGPના પત્ર મુજબ પંજાબ સરકાર ખેડૂતોના પ્રદર્શન બાબતે પહેલાથી જ વાકેફ હતી. એડીજીપીએ પંજાબ પોલીસને લખેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 5મીએ વરસાદની આગાહી સાથે ખેડૂતોનાં ધરણા છે, તેથી વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
 
પંજાબના સીએમ ચન્નીએ કહ્યું હતું કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ખામી રહી નથી. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો હતો કે પીએમ મોદી રોડ માર્ગે ફિરોઝપુર જઈ રહ્યા છે તેની તેમને કોઈ માહિતી નથી.
 
જલાલાબાદ ટાઉન જ્યાં 15 સપ્ટેમ્બર 2021ના રોજ વિસ્ફોટ થયો હતો તે પણ ફિરોઝપુરની નજીક છે અને NIAની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તે આતંકવાદી હુમલો હતો. જલાલાબાદ વિસ્ફોટો પછી ટિફિન બોમ્બ સપ્લાય કરવા બદલ NIA દ્વારા ધરપકડ કરાયેલ ગુરમુખ સિંહ રોડે મોગા જિલ્લાના રોડે ગામના વતની છે, જે જરનૈલ સિંહ ભિંડરાવાલેનું જન્મસ્થળ છે.
પંજાબ પોલીસના સૂચવેલા રૂટમાં ચૂક
 
ભટિંડા એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાન પહેલા હેલિકોપ્ટર દ્વારા ફિરોઝપુર પહોંચવાના હતા. ખરાબ હવામાનને કારણે બુધવારે સવારથી હેલિકોપ્ટર ટેકઓફ કરી શક્યું ન હતું, પંજાબ પોલીસે આ રૂટ બાય રોડ ફિરોઝપુરથી એસપીજી સુધી પહોંચવા માટે સૂચવ્યું હતું, જે વડા પ્રધાનની સુરક્ષા માટે જવાબદાર છે. પંજાબ પોલીસે આ માર્ગને સુરક્ષિત જાહેર કર્યો, પરંતુ તેના પર મોટી ચૂક થઈ.