શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (18:10 IST)

Bihar Election 2020 Date news-28 ઑક્ટોબર 3 નવેમ્બર, 7 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, પરિણામ 10 નવેમ્બરના રોજ બહાર આવશે

ચૂંટણી પંચે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાનની તારીખોની ઘોષણા કરી દીધી છે. પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોબરના રોજ મતદાન થશે, બીજો તબક્કો ત્રણ અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરના રોજ યોજાશે. 10 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે.
 
આ વખતે ચૂંટણીનો સમય વધારવામાં આવ્યો છે, આ વખતે ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જ્યારે બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠકો પર મતદાન થશે અને ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન થશે.
 
 
ચૂંટણી પંચે તેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં આદર્શ આચારસંહિતા (એમસીસી) અમલમાં આવી છે. એમસીસી માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ માટે કમિશન પહેલેથી જ વિસ્તૃત ગોઠવણ કરી ચૂક્યું છે.