ચાર દિવસથી માઉંટ આબુમાં પડી રહ્યો છે મુશળધાર વરસાદ.. 60 કલાકમાં 64 ઈંચ... !!

મંગળવાર, 25 જુલાઈ 2017 (17:48 IST)

Widgets Magazine
abu rain

રાજસ્થાનના એકમાત્ર પર્યટન સ્થળ માઉંટ આબૂમાં છેલ્લા 60 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અત્યાર સુધી 98 ઈંચ અને છેલ્લા 60 કલાકમાં 64 ઈંચ વરસાદ નોંધાયો છે.   હવામાન ખાતાનું કહેવું છે કે આબુમાં કદાચ પહેલી વાર આટલો ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે આબુના રસ્તાઓજાણે નદી બન્યા હોય તેમ તેના પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે.
abu rain
અતિ ભારે વરસાદના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓને જતા અટકાવવામાં આવ્યા છે, અને જે લોકો ફસાયેલા છે તેમને નીચે મોકલવામાં આવી રહ્યા છે. માઉન્ટ આબુને રેલવે સ્ટેશન સાથે કનેકટ કરતો 28 કિલોમીટર લાંબો રસ્તો પણ ઠેર-ઠેર ધોવાઈ ગયો છે.
abu rain

આબુના સ્થાનિક લોકોને પણ ભારે વરસાદના કારણે ખાસ્સી પરેશાની ભોગવી પડી રહી છે. છેલ્લા બે દિવસથી અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
abu rain

વરસાદના કારણે કેટલીક જગ્યાએ ભેખડો ધસી પડ્યાની ઘટના પણ બની છે,  જોકે તેમાં કોઈ જાનહાની થયાના અહેવાલ નથી. સ્થિતિ પર સ્થાનિક તંત્ર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. 
abu rain
પ્રવાસીઓથી સદાય ધમધમતા રહેતા આબુમાં ભારે વરસાદના કારણે સોપો પડી ગયો છે. સમગ્ર આબુના માર્કેટ્સ તેમજ દુકાનો સજ્જડ બંધ છે. સ્કૂલો પણ વરસાદના કારણે બંધ કરી દેવાઈ છે.રાજસ્થાનના જાલોર, બાડમેર, પાલી તેમજ જોધપુર જિલ્લાઓમાં પણ આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની શકયતા હોવાના કારણે રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જાલોરમાં સ્થિતિ વિકટ બનતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્કયુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

(VIDEO)DON’T GO TO RIVERFRONT - અમદાવાદના રીવરફ્રન્ટ પણ પાણી જ પાણી

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી આફતની સ્થિતિ સર્જાઇ છે, શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. ...

news

Amulએ પોતાના ગ્રાહકોને આપી GSTથી રાહત, ઘટાડ્યા બધા પ્રોડ્કટ્સના Rate

અમૂલએ તમારા ગ્રાહકોને આપી જીએસટીની રાહત, ઘટાડ્યા બધા પ્રોડ્કટ્સની કીમત ભારતમાં ડેયરી ...

news

Video-Ahmedabad Riverfront પર પાણી ફરી વળ્યાં, વોક વે બંધ કરાયો (Photo)

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી આફતની સ્થિતિ સર્જાઇ છે, શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. ...

news

VIDEO - ગુજરાતમાં મેઘપ્રકોપથી સર્વત્ર જળબંબાકાર....20 હજારથી વધુનુ સ્થાળાંતર

ગુજરાતના ઉત્તર ભાગમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જિલ્લાઓમાં મેઘપ્રકોપ યથાવત્ છે. છેલ્લા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine