શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2017 (11:49 IST)

38 વર્ષની થઈ બીજેપી, જ્યા ન જીત્યા ત્યા પણ ફતેહ કરવાનુ લક્ષ્ય બનાવ્યુ

બીજેપી ગુરૂવારે પોતાનો 38મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ઉત્તર પ્રદેશમાં મળેલી રેકોર્ડ જીત પછી ભાજપા તેને મોટા પાયા પર ઉજવી રહી છે.  આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ બીજેપી નેતા સ્થાપના દિવસ સમારંભમાં સામેલ થશે. 
 
પાર્ટી સ્થાપના દિવસથી 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતી સુધી દેશભરમાં કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમથી જનતાને સીધા જોડવા માટે બીજેપીનો પૂરો પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. બીજેપીના લોકસભા અને રાજ્યસભાના 325 સાંસદ પોતાના લોકસભા ક્ષેત્ર કે રાજ્ય ઉપરાંત બીજા લોકસભા ક્ષેત્ર કે રાજ્યમાં એક દિવસ અને એક રાત વિતાવશે. 
 
આ દરમિયાન સાંસદ કે ભારત સરકારના બધા મંત્રી સભાઓ કરશે. જેમા મોદી સરકારની યોજનાઓને લોકો વચ્ચે મુકશે અને તેમના લાભ વિશે બતાવવામાં આવશે.  
 
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બીજેપીના સ્થાપના દિવસના અવસરે દેશભરના પાર્ટી કાર્યકર્તાઓને શુભેચ્છા આપી હતી. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું, ‘હું દેશભરના બીજેપી કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છા આપું છું. આપણે ગર્વથી બીજેપી કાર્યકર્તાઓની મહેનતને યાદ કરીએ છીએ જેમને એક એક ઈંટ જોડીને પાર્ટીને ઉભી કરી છે. આપણા માટે ગર્વની વાત છે કે દેશભરના લોકોને બીજેપી ઉપર વિશ્વાસ દાખવ્યો છે.