મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ટિહરી , ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (15:32 IST)

રેઈનકોટ વાળા નિવેદન પર અમિત શાહે કર્યો પીએમ મોદીનો બચાવ, બોલ્યા - જે કહ્યુ તેમા ખોટુ શુ છે ?

ઉત્તરાખંડના ટિહરીમાં એક રેલીને સંબોધિત કરતા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હરીશ રાવત સરકાર સાથે સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યુ છે. અમિત શાહે રેનકોટવાળા નિવેદંપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બચાવ કરતા કહ્યુ કે યૂપીએ શાસનકાળમાં થયેલ ગોટાળા માટે મનમોહન સિંહ અને કોંગ્રેસ જવાબદાર છે. 
 
મોદીએ શુ ખોટુ કહ્યુ - અમિત શાહ 
 
અમિત શાહે કહ્યુ, "ગઈકાલે પીએમ મોદીજીએ કહ્યુ કે મનમોહનના શાસનકાળમાં કરોડો ગોટાળા થયા તો તે માટે જવાબદાર કોણ છે ? પીએમ મોદીએ તેમા શુ ખોટુ કહ્યુ," તેમણે મનમોહન પર નિશાન સાધતા કહ્યુ, "કોંગ્રેસે એક એવો પીએમ આપ્યો જેની અવાજ રાહુલ બાબા અને તેમની માતા જી સિવાય કોઈએ સાંભળી નથી." 
 
રાહુલ લોહીની દલાલીવાળુ નિવેદન ભૂલી ગયા શુ - શાહ 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યુ, "રાહુલ બાબાએ સર્જિકલ સ્ટ્રાઈક થયા પછી પીએમ મોદી માટે લોહીની દલાલીનો આરોપ લગાવ્યો હતો. શુ તેઓ પોતાનુ નિવેદન ભૂલી ગયા ? 
 
શાહે આગળ કહ્યુ, 'રાહુલ ગાંધી કહેતા ફરે છે કે અઢી વર્ષમાં મોદી સરકારે શુ કર્યુ છે.. હુ તેમને પુછુ છુ કે અઢી વર્ષમાં ઉત્તરાખંડની સસ્રાકરે શુ કર્યુ છે.' તેમણે કહ્યુ, "રાહુલ આ દેશનો નહી ઉત્તરાખંડની ચૂંટણી છે." 
 
5 વર્ષથી કોંગ્રેસે ઉત્તરાખંડને બદનામ કર્યુ - શાહ 
 
આ દરમિયાન શાહે ઉત્તરાખંડની હરીશ રાવત સરકાર પર પણ જોરદાર નિશાન સાધ્યુ અને કહ્યુ, 'છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસે દેવ ભૂમિ ઉત્તરાખંડને બદનામ કરવાનુ કામ કર્યુ છે.  તેમણે કહ્યુ - "આ ચૂંટણી દેવ ભૂમિ ઉત્તરાખંડનુ ભાગ્ય બદલવાની ચૂંટણી છે." 
 
શાહે હરીશ રાવત પર આરોપ લગાવતા કહ્યુ, "પીએમ મોદી 12 હજાર કરોડનો પ્રોજેક્ટ લગાવવા ઉત્તરાખંડ આવ્યા પણ હરીશ રાવતના મોઢામાંથી આભારનો એક શબ્દ પણ ન નીકળ્યો." 
 
બીજેપીની સરકાર બનશે ત્યારે થશે વિકાસ - શાહ 
 
શાહે કહ્યુ, "ઉત્તરાખંડનો વિકાસ ત્યારે જ થઈ શકે છે જ્યારે અહી બીજેપીની બે તૃતીયાંશવાળી સરકાર બનશે." તેમણે કહ્યુ, "ઉત્તરાખંડને એક એવી સરકાર જોઈએ જે મોદીજી સાથે ખભાથી ખભો મેળવીને ઉત્તરાખંડને એક મૉડલ સ્ટેટ બનાવવાનુ કામ કરે."