શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (14:34 IST)

BMCમાં અમારો જ મેયર રહેશે, ભાજપાએ કર્યો દગો - શિવસેના

મુંબઈના બીએમસી ચૂંટણીમાં 82 સીટો જીતનારી ભાજપાની બઢતથી બેફિક્ર શિવસેનાએ શુક્રવારે જોર આપીને કહ્યુ કે નગર નિગમના મેયર તેમની પાર્ટીના જ બનશે.  આ સાથે જ શિવસેના હવે પરાયા થઈ ચુકેલા પોતાના જૂના સહયોગી ભાજપા પર છલથી તેમને અસ્થિર કરવાનો પણ આરોપ લગાવ્યો. 
 
શિવસેનાએ દેશની સૌથી શ્રીમંત નગર નિગમ માટે ભાજપા સાથે ગઠબંધન ન કરવાના સંકેત આપ્યા છે. સેનાએ કહ્યુ કે ભગવા પાર્ટી સાથે તેમની લડાઈ ચાલુ રહેશે અને તે મુશ્કેલ રસ્તા પર ચાલતી રહેશે. ભલે તેનુ પરિણામ કંઈક પણ હોય. 
 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીમાં ભાજપાને શાનદાર જીત મળી છે અને તે 10માંથી આઠ નગર નિગમની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો કે ભાજપા પોતાની સહયોગી પાર્ટી શિવસેનાથી પાછળ રહી ગઈ.  શિવસેનાને પોતાના ગઢ મુંબઈના નગર નિગમ ચૂંટણીમાં કુલ 84 સીટ મળી છે. 
 
મહાનગર ચૂંટણીના પરિણામના એક દિવસ પછી સેનાએ પોતાના મુખપત્ર સામનામાં દાવો કર્યો કે ભાજપાએ આ ચૂંટણીમાં રાજ્યની પૂરી મશીનરીનો ઉપયોગ કર્યો. તેમા કહેવામાં આવ્યુ કે બૃહન્નમુંબઈ નગર પાલિકા અને અન્ય સ્થાનીક નિગમ ચૂંટણીમાં અભૂતપૂર્વ પરિણામ મેળવવા માટે કેન્દ્રીય નેતૃત્વએ પોતાની પૂરી તાકત લગાવી દીધી. 
 
તેમા દાવો કરવામાં આવ્યો, સેના છેલ્લા 25 વર્ષથી બીએમસીમાં સત્તારૂઢ છે. ભાજપાએ અમારા શાસનને અસ્થિર કરવા માટે છળનો  સહારો લીધો. આ પહેલા કોંગ્રેસ રાજમાં આવુ ક્યારેય ન થયુ. 
 
સેનાએ દાવો કર્યો, બીએમસી ચૂંટણીમાં ભાજપાએ પૂરી તાકત લગાવી દીધી. પણ તેમ છતા તેને ફફ્ત 82 સીટો મળી.  બીએમસીનો મેયર શિવસેના સાથે જ થશે. 
 
બીએસસીના પરિણામ આવતીકાલે જાહેર થયા હતા. જેમાં શિવસેનાને 84, જ્યારે કે ભાજપાને 82 સીટો મળી હતી. કોંગ્રેસ ફક્ત 31 સીટો જીતીને ત્રીજા નંબર પર રહી. જ્યારે કે રાકાંપા અને રાજ ઠાકરેની મનસેને ક્રમશ નવ અને સાત સીટો મળી. 
 
સેનાએ આજે કહ્યુ કે તે અગ્નિપથ પર ચાલતી રહેશે અને પરિણામની ચિંતા કર્યા વગર પોતાની લડાઈ ચાલુ રાખશે.