શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 19 મે 2018 (16:25 IST)

LIVE:વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શક્યા યેદિયુરપ્પા, સીએમ પદ પરથી રાજીનામુ

સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ 75 વર્ષના લિંગાયત નેતા બીએસ યેદિયુરપ્પાને શનિવારે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે.  સુપ્રીમ કોર્ટે તેમને શનિવારે બહુમત સાબિત કરવા કહ્યુ છે. ગવર્નરે ભલે તેમને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હોય પણ કોર્ટે તેમને 28 કલાકનો સમય આપ્યો હતો. આવામાં તેમની પાસે પોતાના સમીકરણ યોગ્ય બેસાડવ માટે ખૂબ જ ઓછો સમય બચ્યો છે. 
 
વિધાનસભા કાર્યવાહીનુ લાઈવ અપડેટ્સ 

-કર્ણાટકમાં ભાજપની સરકાર પડી 
- વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શક્યા યેદિયુરપ્પા, સીએમ પદ પરથી રાજીનામુ 
- યેદુરપ્પાએ આપ્યુ રાજીનામુ 
- જો કર્ણાટકની જનતા અમને 104ને બદલે 113 સીટો આપતી તો અમે આ રાજ્યને સ્વર્ગ બનાવી દેતા. - મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પા 
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકની મદદ કરી પણ સિદ્ધારમૈયા સરકારે વિકાસનુ કોઈ કામ ન કર્યુ. 
- જો મધ્યાવઘિ ચૂંટણી થાય છે તો ભાજપાને 150 સીટ મળશે. 
 
- ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામુ આપી શકે છે યેદિયુરપ્પા 
- બહુમત ન મળતા રાજીનામુ રજુ કરી શકે છે યેદિયુરપ્પા 
- કર્ણાટક - સદનની કાર્યવાહી  3.30 વાગ્યા સુધી સ્થગિત 
- બીજેપી પર ખરીદ-વેચાણનો આરોપ, કોંગ્રેસે રજુ કર્યો ઓડિયો 
- બીજેપી ધારાસભ્ય સોમશેખર રેડ્ડી પણ વિધાનસભા ન પહોંચ્યા 
- બોપૈયાને નોટિસ આપતા તો શક્તિ પરીક્ષણ ટળતુ - કપિલ સિબ્બલ 
-  વિધાનસભામાં જીત પર અમને પૂર્ણ વિશ્વાસ, અમારા ધારાસભ્યોને બંધક બનાવ્યા - કોંગ્રેસ નેતા વીરપ્પા મોઈલી 
 
- કોંગ્રેસના ધારાસભ્ય આનંદ સિંહ હજુ પણ સદનમાં પહોંચ્યા નથી. નવા ચૂંટાયેલા વિઘાયકોએ પદની શપથ લીધી. કોંગ્રેસના 78માંથી 77 ધારાસભ્ય સદનમાં હાજર. 
- જેડીએસના ધારાસભ્ય પણ હાજર. એવુ કહેવાય રહ્યુ છે કે હાલ 222માંથી 217 ધારાસભ્ય હાજર
- કોંગ્રેસના એક ધારાસભ્યને છોડીને બધા હાજર 
- અમારા ધારાસભ્યોને પૈસાની સાથો સાથ કેબિનેટ પદની પણ ઓફર કરવામાં આવી છે : કોંગ્રેસ
- ભાજપનો આજે આખી દુનિયા સામે ખુલી પડી ગઈ છે. તેને ખબર છે કે તેની પાસે 104 ધારાસભ્યો છે તેમ છતાંયે તે અમારા ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ કરી રહી છે. પરંતુ અમારા ધારાસભ્યો પુરતા છે. અમારા 2 ધારાસભ્યો હાલ વિધાનસભા નથી પહોંચ્યા પણ અમને વિશ્વાસ છે કે તેઓ અમારૂ સમર્થન કરશે : વીરપ્પા મોઈલી, કોંગ્રેસ નેતા
- BJPના ધારાસભ્ય સોમશેખર રેડ્ડી પણ વિધાનસભામાંથી ગાયબ
-  જેડીએસ ધારાસભ્ય એચડી કુમારસ્વામી અને એચડી રેવન્ના વિધાનસભામાં હાજર.
- કોંગ્રેસના બે ધારાસભ્યો આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટિલ વિધાનસભામાં ગેરહાજર.
- બહુમત પરીક્ષણનું લાઈવ ટેલિકાસ્ટ કરાવવામાં આવશે : સુપ્રીમ કોર્ટમાં તુષાર મહેતા
- કર્ણાટક વિધાનસભાની અંદરની તસવીરો. સાંજે 4 વાગ્યે થશે બહમતિ પરીક્ષણ