શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (12:18 IST)

બુલંદશહેર હિંસા - સીએમ યોગીને મળ્યા શહીદ પોલીસ ઈંસ્પેક્ટરનો પરિવાર, 30 લાખની હોમ લોન ચુકવશે સરકાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ને 5 કાલિદાસ સ્થિત રહેઠાણ પર આજે બુલંદશહેર હિંસા  (Bulandshahr Violence) માં શહીદ થયેલ પોલીસ ઈંસ્પેક્ટર સુબોધ સિંહના પરિજનોએ મુલાકાત કરી. સીએમે સંવેદના બતાવતા દરેક શક્ય મદદનો વિશ્વાસ આપ્યો. તેમણે કહ્યુ કે મામલાના દોષીઓને માફ નહી કરવામાં આવે. 
 
તેમણે પરિવારને અસાધારણ પેંશન.. એક સભ્યને નોકરી સાથે તેમનુ નામ પર જૈથરા કુરાવલી રોડનુ નામ રાખવામાં આવશે.  તેમને બાકી હોમ લોન લગભગ 30 લાખની ચુકવણીની વ્યવસ્થા સરકાર કરશે.  ડીજીપીએ તેમના બાળકોની સિવિલ સર્વિસની કોચિંગમાં મદદનો વિશ્વાસ અપાવ્યો. પહેલા જ મુખ્યમંત્રીએ 50 લાખની રાહત રાશિની જાહેરાત કરી દીધી હતી. 
 
બીજી બાજુ આ પહેલા બુલંદશહેરમાં થયેલી હિસાના દોષીઓને પકડવા માટે મુખ્યમંત્રીના કડક નિર્દેશો પછી બુધવારે ઉપરાછાપરી છાપામારી થઈ હતી.  પોલીસે ગૌહત્યાના ચાર આરોપીની ધરપકડ કરી હતી.  હિંસાના અન્ય આરોપીઓની ધરપકડ માટે ભાજપા, બજરંગદળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓના ઘર પર છાપામારી થઈ. 
 
ઉલ્લેખનીય છે કે ગ્મા ચિંગરાવઠીમાં થયેલ હિંસાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારની સાંજે ઉચ્ચસતરીય બેઠક બોલાવી હતી. કાયદો વ્યવસ્થા પર સીએમની નારાજગી પછી પોલીસે આરોપીઓની ધરપકડ માટે બનેલી ટીમોની સંખ્યા 12થી વધારીને 15 કરી દીધી હતી અને તાબડતોબ છાપો માર્યો.  આરોપ છે કે છાપામારી દરમિયાન ભાજપા આઈટી પ્રકોષ્ઠના વિધાનસભા સંયોજક વિક્રાંત ત્યાગી, ભાજયુમોના પૂર્વનગર અધ્યક્ષ શિખર અગ્રવાલ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લાધ્યક્ષ ઉપેન્દ્ર રાઘવના ઘર પર તોડફોડ કરવામાં આવી.