શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2017 (12:58 IST)

ભયાનક દુર્ઘટના - સતલુજ નદીમાં સમાય ગઈ બસ, 28 લોકોના મોત

શિમલાના રામપુરની પાસે એક દર્દનાક દુર્ઘટના થઈ છે. જ્યા એક પ્રાઈવેટ બસ સતલુજ નદીમાં પડવાથી 28 લોકોના મોત થયા જ્યારે કે 9 લોકો ઘાયલ થયા છે. બસમાં 37 લોકો સવાર બતાવાય રહ્યા છે. દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થવાની પણ સૂચના છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. 
 
રાહત અને બચાવ કાર્ય જોરો પર 
 
સ્થાનીક લોકો સાથે રાહત અને બચાવ કાર્ય જોરો પર ચાલી રહ્યુ છે.  પ્રારંભિક સૂચના મુજબ દુર્ઘટના સવારે લગભગ નવ વાગ્યે બની. આ પ્રાઈવેટ બસ રામપુરના ખનેરી હોસ્પિટલ પાસે નદીમાં જઈને પડી. પોલીસને અંદાજ બતાવી રહી છેકે હાલ મરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.  ઘાયલોને ખનેરી હોસ્પિટલમાં લઈ જવામા આવી રહ્યા છે.  મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ છે.  આ ઉપરાંત મોટાભાગના લોકો નોકરિયાત હતા જે સવારે કામ પર નીકળ્યા હતા. બીજી બાજુ દુર્ઘટનાની સૂચના મળતા જ બસમાં સવાર લોકોના પરિજન પણ હોસ્પિટલમાં પહોંચી ગયા છે.  આખુ હોસ્પિટલ ચીસોથી ગૂંજી ઉઠ્યુ છે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલે અપીલ કરી છેકે રામપુરમાં થયેલ બસ દુર્ઘટનાના ઘાયલોને હોસ્પિટલ પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ. 
 
દુર્ઘટનામાં જીવતા બચ્યા ચાલક અને કંડક્ટર 
 
દુર્ઘટનામાં બસના ચાલક અને કંડક્ટર જીવતા બચી ગયા છે. તેઓ પણ ઘવાયા છે. પોલીસના જવાનોની કમીને કારણે સ્થાનીક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.