સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 20 નવેમ્બર 2021 (09:45 IST)

તેમને મારી પત્ની.... પ્રેસ કૉન્ફ્રેંસમાં રડી પડ્યા ચંદ્રબાબૂ નાયડૂ..લીધી આ પ્રતિજ્ઞા

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સંકલ્પ લીધો હતો કે તેઓ સત્તામાં પરત આવતા સુધી તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભામાં પગ નહીં મૂકે. તેમણે અહીં TDP મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું."ત્યાં સુધી અમે લોકો પાસે જઈશું અને તેમની સમસ્યાનો ઉકેલ લાવીશું,"  પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી ભાવુક થઈ ગયા અને થોડીવાર રડતા જોવા મળ્યા. તેમણે આરોપ લગાવ્યો કે સત્તારૂઢ વાયએસઆર કોંગ્રેસ તેમને સતત અપમાનિત કરી રહી છે.
 
TDP પ્રમુખે કહ્યું, "આ વાયએસઆરસીના અત્યાચારી શાસન સામે ધર્મયુદ્ધ છે. હું લોકો પાસે જઈશ અને તેમનું સમર્થન માંગીશ. જો લોકો સહકાર આપશે, તો હું રાજ્યને બચાવવાનો પ્રયાસ કરીશ." અગાઉ, વિપક્ષના નેતાએ ગૃહમાં ભાવનાત્મક સ્વરમાં કહ્યું હતું કે શાસક વાયએસઆર કોંગ્રેસના સભ્યો દ્વારા તેમની વિરુદ્ધ સતત અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવતાં તેમને દુઃખ થયું છે. નાયડુએ કહ્યું, "છેલ્લા અઢી વર્ષથી હું લોકોના ભલા માટે અપમાન સહન કરી રહ્યો છું, પરંતુ શાંત રહ્યો. આજે તેઓએ મારી પત્નીને પણ નિશાન બનાવી  છે. હું હંમેશા સન્માન સાથે જીવ્યો અને રહ્યો છુ  હું આ સહન કરી શકતો નથી."