1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (13:37 IST)

કોરોના વેક્સિન મુદ્દે મોટા સમાચાર, 2 વર્ષથી 18 વર્ષનાં બાળકોને કોવેક્સિન રસી આપવાની મળી મંજુરી

Vaccines for Your Children
બાળકો માટે કોરોના રસી મુદ્દે સમાચાર 
2-18 વર્ષનાં બાળકને રસીની મંજૂરી 
DGCIએ કોવેક્સિન રસીની આપી મંજૂરી 
બાળકોને કોવેક્સિનનાં બે ડોઝ અપાશે
હવે બાળકોને લાગશે કોવેક્સિન રસી

કોરોના વેક્સિન મુદ્દે મોટા સમાચાર છે.  2 વર્ષથી 18 વર્ષનાં બાળકોને કોવેક્સિન રસી લાગવા માટે મંજુરી મળી છે. ;ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેક અને ICMR એ સાથે મળીને કોવોક્સિન રસી બનાવી છે. 
 
ભારતમાં 130 કરોડની વસ્તી છે. જેમાંથી 35.29 ટકા વસ્તી 20 વર્ષથી ઓછી ઉંમરની છે. કોઈ પણ દેશ માટે તેના એક બિલિયનથી વધુ લોકોને બે ડોઝ સાથે રસી આપવી મસમોટો પડકાર સાબિત થાય.

હવે કોવેક્સીન રસી 2 વર્ષથી લઈને 18 વર્ષના બાળકોને પણ મૂકી શકાશે. આ માટે મંજૂરી મળી ગઈ છે. અત્રે જણાવવાનું કે ભારત બાયોટેક અને ICMR એ મળીને આ કોવેક્સીન રસી બનાવી છે. આ રસી સંપૂર્ણ સ્વદેશી રસી છે. કોરોના વાયરસ વિરુદ્ધ કોવેક્સીન ક્લિનિકલ ટ્રાયલ્સમાં લગભગ 78 ટકા અસરકારક સાબિત થઈ હતી. 
 
એક તરફ હજુ બીજી લહેર ઘણા વિસ્તારોમાં લોકોને ઝપટે ચડાવી રહી છે, બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર નજીક આવી છે. આ લહેરમાં બાળકોને ખતરો વધુ હોવાની વાતથી ચિંતા વધી છે. આ મામલે અલગ અલગ દાવા થઇ રહ્યા છે. ઇન્ડિયન એકેડમી ઓળપેડિએટ્રિક્સ(IAP)એ સલાહ આપી હતી કે બાળકો વયસ્કોની જેમ કોવિડ ઇન્ફેક્શન પ્રત્યે સંવેદનશીલ હોય છે. ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરશે તે વાત ખોટી છે. આ મામલે હજુ પૂરતા પુરાવા નથી તેવું IAPનું કહેવું છે