ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (22:54 IST)

સેલરી પેકેજ પર આ કોમેડિયને લીધો હૉટ ટેક, ફેન્સે કહ્યુ - આ જ તો ગડબડ ચાલી રહી છે

જ્યારે આપણા કામની વાત આવે ત્યારે પગાર પેકેજની ચર્ચા કરવામાં આવે છે. આપણે બધા ફરિયાદ કરીએ છીએ કે આપણે જે મહેનત કરીએ છીએ તેની સામે આપણને કેટલી સેલેરી મળે છે. આપણા બધાની સેલેરી સાથે જોડાયેલ સંકટોને એક મજેદાર વીડિયોમાં સટીક રૂપથી બતાવ્યુ છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોમેડિયન ગૌરવ કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેયર કરી છે, જ્યાં તેમણે સેલેરી વિશેની હોટ ટેક શેર કરી.

 
એક ખાનગી કિસ્સો શેયર કરતા, કપૂરે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરવાના પોતાના અનુભવો વિશે વાત કરી, વીડિયોમાં તેમને બોલતા સાંભળી શકાય છે કે એચઆરે તેમને કહ્યુ કે તે પોતાની સેલેરીની વિગત કોઈની સાથે શેયર ન કરે. કારણ આ એક ઈમાનદારીનો મુદ્દો રહેશે. આ ઉપરાંત તેઓ કહે છે કે  જો કોઈ આ અંગે સાંભળે પણ છે તો કંપની માટે ખૂબ જ શરમની વાત હશે. 
 
વીડિયોમાં ગૌરવ કહે છે - એક હોય છે પેકેજ, એક હોય છે મજબૂરી અને મે જ્યા સુધી કામ કરી રહી છુ, મજબૂરીમાં જ કર્યુ આ સેલેરી વધતી કેમ નથી રે.. સાચા કારણોને લઈધે આ ક્લિપ ઈસ્ટાગ્રામ પર વાયરલ થઈ ગઈ છે. આ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કર્યો છે.  આ વીડિયો પર ઘણા કમેંટ જોવા મળી રહ્યા છે. 
 
ગૌરવના આ વીડિયો પર ઘણા કોમેન્ટ જોવા મળી રહ્યા છે. તેમના ફેંસ આ વીડિયોથી ખુશ પણ થયા અને આ વિડીયોને પોતાની પરિસ્થિતિ સાથે રીલેટેડ પણ બતાવ્યો. વીડિયો પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું, 'આ જ તો ગડબડ છે, મિત્રોને પગાર ન બતાવશો' અન્ય એક યુઝરે લખ્યું, 'ગૌરવ ભાઈ, તમે શ્રેષ્ઠ વીડિયો બનાવો છો' આ ઉપરાંત બાકીના યુઝર્સે સ્માઈલિંગ ઇમોજી શેર કર્યા છે.