1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 13 ઑક્ટોબર 2021 (15:02 IST)

રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા કોંગ્રેસના નેતા, રાહુલ ગાંધીએ મંત્રી અજય મિશ્રાને હટાવવાની કરી માંગ

Congress leader Rahul Gandhi met President Kovind and demanded the removal of Minister Ajay Mishra
લખીમપુર ખીરી કાંડ રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા કોંગ્રેસના નેતા, રાહુલ ગાંધીએ મંત્રી અજય મિશ્રાને હટાવવાની કરી માંગ
 
કોંગ્રેસ નેતાઓએ લખીમપુર ખીરી કાંડ પર રાષ્ટ્રપતિ સાથે વાત કરી.  કોંગ્રેસ નેતાઓએ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી છે. રાષ્ટ્રપતિને મળનારાઓમાં રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના આ સાત સભ્યોના પ્રતિનિધિમંડળમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી સામેલ હતા.
 
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, “પીડિત પરિવારોનું કહેવું છે કે, જેને પણ તેમના દીકરાની હત્યા કરી છે. તેને સજા મળવી જોઇએ.જેને વ્યક્તિ આશિષ મિશ્રાએ હત્યા કરી છે તેના પિતા  ગૃહ રાજ્યમંત્રી છે. જ્યાં સુધી તે તેમના પદ પર છે ન્યાય નહીં મળે. બસ આ જ વાત અમે રાષ્ટ્રપતિને જણાવી છે”
 
 કોંગ્રેસની બે મોટી માંગણી
 
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, “અમે રાષ્ટ્રપતિને લખીમપુર ખીરી હિંસાના સંબંધી જાણકારી આપી છે. અમે તેમની સામે બે માંગણી મૂકી છે. પહેલા એ માંગણી છે કે, જજ દ્રારા નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. બીજી માંગણી છે કે, ગૃહ રાજ્યમંત્રીને તાત્કાલિક તેમના પદથી દૂર કરવામાં આવે,. પ્રતિનિધિમંડળમાં વરિષ્ઠ નેતા એંટની, ગુલામ નબી આઝાદ, કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌઘરી અને સંગઠન મહાસચિવ કેસી વેણું ગોપાલ પણ સામેલ હતા