રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2024 (12:23 IST)

મણિશંકરના પાકિસ્તાન પ્રેમ પર ઘમાસાણ

manishankar aiyer
Mani Shankar Aiyar praise Pakistan- લોકસભા ચૂંટણીની વચ્ચે કાંગ્રેસ નેતા મણિશંકર અય્યરએ પાકિતાનને લઈને મોટુ નિવેદન આપી રાજકરણમાં ભૂકંપ આવી ગયુ છે. કાંગ્રેસના વરિષ્ટ નેતા મણિશંકર અય્યરએ કહ્યુ કે ભારતને પાકિસ્તાનના સમ્માન કરવા જોઈએ કારણ પાડોશી દેશની પાસે પરમાણુ બમ પણ છે. 
 
મણિશંકર અય્યરએ પાક્સિતાનની સાથે વાતચીતની વકાલત કરતા કહ્યુ કે ભારતને પાકિસ્તાનનો સમ્માન કરવુ જોઈએ કારણે તેની પાસે એટમ બમ છે. મણિશંકર અય્યના આ નિવેદનને લઈને ભાજપા હવે તે હુમલાખોર બની ગઈ છે અને કહ્યું છે કે મણિશંકર ઐયરનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર જાગ્યો છે.
 
મણિશંકર ઐયરે કહ્યું કે મોદી સરકાર કેમ કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે.
 
મણિશંકર ઐયરના આ નિવેદન પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતાના આ નિવેદનની ભાજપે આકરી ટીકા કરી છે.