શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 10 એપ્રિલ 2023 (16:58 IST)

Dalai Lama Apologises: દલાઈ લામા દ્વારા બાળકને કિસ કરવાના વીડિયો પર વિવાદ, હવે નિવેદન રજુ કરીને માફી માંગી

dalai lama
Dalai Lama Kiss Row: તિબ્બતી આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાએ બાળને કિસ કરનારા વીડિયો પર વિવાદ થયા પછી સોમવારે માફી માંગી. દલાઈ લામાએ કહ્યુ કે જો તેમના શબ્દોથી ભાવનાઓને આઘાત થઈ છે તો તે બાળક, તેમના પરિવાર અને મિત્રોથી માફી માંગે છે. વીડિયોમાં તિબ્બતી આધ્યાત્મિક નેતા કથિત રૂપથી બાળકથી તેમની જીભ ચૂસવા કહી રહ્યા છે. તેનાથી વિવાદ થઈ ગયો હતો. 
 
બે પાંચ સેકંડના વીડિયોમાં દલાઈ લામાએ બાળકને એવા સારા માણસોને જોવા કહ્યુ જે શાંતિ અને ખુશે પેદા કરે છે અને તે લોકોના પાલન નહી કરવા કહ્યુ જે બીજાની હત્યા કરે છે. સોમવારે રજૂ નિવેદનમાં કહ્યુ કે એક વીડિયો ક્લિપ પ્રસારિત થઈ રહ્યુ છે જેમાં એક બાળક પરમ પાવન દલાઈ લામાથી પૂછે છે કે તે તેમનાથી ગળે મળી શકે છે. 
 
"ઘટના બદલ માફ કરશો"
નિવેદન મુજબ જો દલાઈ લામાના શબ્દોથી જો લાગણીઓને ઠેસ પહોંચી હોય તો તે બાળક , તેમના પરિવાર અને મિત્રોથી માફી માંગે છે. નિવેદનમાં કહ્યુ છે કે દલાઈ લામા  હમેશા માસૂમ અને રમતિયાળ રીતે લોકોની ચુટકી લે છે જે તેમનાથી મળે છે અને આ સાર્વજનિક રીતે અને કેમરાની સામે હોય છે. તેમાં કહ્યુ છે કે તેમણે ઘટના માટે માફ કરો.