મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (09:19 IST)

ચીન માટે બરબાદી બનતો જઈ રહ્યો છે કોરોના વાયરસ, સંક્રમિત લોકોની સંખ્યા 42,600ને પાર

ચીનમાં કહેર વરસાવી રહેલ કોરોના વાયરસથી લોકોને સંક્રમિત થવા અને મોતની સંખ્યા ઘટતી નથી દેખાય રહી. ચીનમાં તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા 42,600 પાર કરી ચુકી છે. બીજી બાજુ સોમવાર સુધી તેનાથી મરનારાઓનો આંકડો 908ને પાર કરી ચુક્યો હતો. ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપને કારણે દુનિયાના લોકોની ચિંતા વધતી જઈ રહી છે. આ દરમિયાન એશિયાની સૌથી મોટી વિમાન અને રક્ષા કાર્યક્રમ સિંગાપુર એયર શો થી અમેરિકી એયરોસ્પેસ કંપની લૉકહીડ માર્ટિંગ અને 12 ચીની કંપનીઓ સહિત 70થી વધુ પ્રતિભાગી કંપનીઓએ પોતાનુ નમ પરત લઈ લીધુ છે. 
 
સ્વસ્થ થઈ રહી છે ભારતની પહેલી કોરોના વાયરસ પીડિતા 
 
કોરોના વાયરસથી વિશ્વભરમાં ફેલાયેલા ભય વચ્ચે ભારત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલી કોરોના વાયરસ્ પીડિતા સ્વસ્થ થઈ રહી છે અને ટૂંક સમયમાં જ તે ઘરે જઈ શકે છે.  ચીનના વૃહાનથી ત્રિશુર પરત ફરેલી વિદ્યાર્થીના સૈપલ હાલ નેગેટિવ આવ્યા છે. ત્રિશુર મેડિકલ કૉલેજના ડોક્ટરે જણાવ્યુ કે તે એક વધુ સૈપલના પરિણામની રાહ જોઈ રહ્યા છે. જ્યારબાદ તે ઘરે જઈ શકશે. 
 
ઉલ્લેખનીય છે કે કેરલમાં અત્યાર સુધી કોરોના વાયરસાના ત્રણ પોઝિટિવ મામલા સામે આવી ચુક્યા છે ત્રણેય દર્દીઓ ચીનના વૃહાનથી પરત ફર્યા હતા. પહેલો મામલો 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્રિશુર મેડિકલ કૉલેજના વરિષ્ઠ ડોક્ટરે કહ્યુ કે વિદ્યાર્થી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચુકી છે. અમે એક વધુ સૈપલના પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. જ્યારબાદ તે ઘરે પરત જઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ કે બે અન્ય દર્દી  પણ ઠીક થવાના છે. 
 
આ પહેલા કેરલમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના વાયરસનો એક પણ નવો પોઝિટિવ કેસ સામે ન આવ્યા પછી રાજ્ય સરકારે કટોકટીની સ્થિતિની ચેતાવણી પરત લઈ લીધી હતી. જો કે કેરલમાં હજુ પણ 3000થી વધુ લોકો ચિકિત્સકીય નજર હેઠળ છે. સ્વાસ્થ્ય મંત્રીના કે કે શૈલજાએ કહ્યુ હતુ કે તેના વિષાણુના મામુલી લક્ષણ સામે આવ્યા પછી 3013 લોકો ડોક્ટરની નજર હેઠળ છે. 2953 લોકોને ઘરે પરત જવાની સલાહ આપવામાં આવી છે અને 61 લોકો હોસ્પિટલમાં છે.